હિન્દ ન્યુઝ, આણંદ
બાળકની જન્મજાત સમસ્યા દૂર થતા પરિવારે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો
જ્યારે બાળક બોલતું કે સાંભળતું નથી, ત્યારે મા-બાપ ખૂબ જ ચિંતિત થતા હોય છે.પેટલાદ તાલુકાના સિમરડા ગામના રાકેશભાઈ પરમારના પરિવાર સાથે પણ કંઈક આવું જ બન્યું હતું . તેમનો પુત્ર કુંજ જન્મજાત બહેરાશની સમસ્યાથી પીડાતો હતો. પરંતુ, સરકારના માનવીય અભિગમ અને ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) ની સતર્કતાને કારણે આજે આ બાળકના જીવનમાં કિલકિલાટ પાછો ફર્યો છે.
