લાખણી તાલુકામાં તલ ના પાક માં ઇયળ દેખાતા ખેડૂતો ચિંતા માં

લાખણી,

લાખણી તાલુકામાં પહેલા અતિભારે વરસાદ થી ફુલ પડી ગયા હતા અને હવે તલના પાકમાં ઇયળ નો મોટા ભાગે બગાડ દેખાઇ રહ્યો છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ વાવી ને પકવતાં હોય છે. ખેડૂતો ખેતરને ખેડી, ખાતર બિયારણ મોંઘા ભાવનું લઈ ને ખેતી કરતા હોય છે, છતાંય આવી આફતો આવી જાય તો ખેડૂતએ શું કરવાનુ ? ખેડૂતો સખત મહેનત કરીને પાક પકવતા હોય છે, છતાય છેલ્લે કાઈ ન મળે તો ખેડૂતે કરેલ મહેનતનું શું ? તો સરકાર ને વિનંતિ છે કે અમારા પાકનો બગાડ થયો છે. તેના વહેલા તે પહેલા સહાયતા પગલાં લેવા વિનંતી.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment