માળિયાહાટીના તાલુકામાં વાહકજન્ય અટકાયતી અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી

હિન્દ ન્યુઝ, માળિયાહાટી      હાલ સમગ્ર રાજ્યમાં વાહકજન્ય અટકાયતી અંતર્ગત હાઉસ ટુ હાઉસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પણ તા.૧૦/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૧/૨૦૨૫ હાથ ધરવામાં આવી હતી.    માળિયાહાટીના તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડાભી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેશ કછોટ, મેલેરિયા સુપરવાઈઝર ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અને લોકોને નકામું પાણી ભરી ન રાખવા અને તમામ પાણીના વાસણો, ટાંકાઓ ઢાંકીને રાખવા જણાવવામાં આવ્યું હતુ. સાથે સાથે પોતાનાશક કામગીરી કરવામાં આવી તેમજ મેડિકલ ઓફિસરઓ, આયુષ મેડિકલ ઓફિસર દ્વારા ફિલ્ડ મુલાકાત કરવામાં…

Read More

मण्डफिया (सांवलियाजी) में गंगा प्रवाह एवं यमुना प्रवाह यात्रा के चित्तौड़गढ़ आगमन को लेकर तैयारियों एवं स्वागत संबंधी विषयों पर चर्चा हुई

हिन्द न्यूज़, राजस्थान        लौह पुरुष सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती के अवसर पर “सरदार 150 यूनिटी मार्च” के तहत आज मण्डफिया (सांवलियाजी) में गंगा प्रवाह एवं यमुना प्रवाह यात्रा के चित्तौड़गढ़ आगमन को लेकर तैयारियों एवं स्वागत संबंधी विषयों पर चर्चा हुई। साथ ही, SIR (विशेष मतदाता गहन पुनरीक्षण) को लेकर महत्वपूर्ण विषयों पर गहनता से चर्चा की।       इस अवसर पर सांसद सीपी जोशी, विधायक अर्जुनलाल जीनगर, भाजपा जिलाध्यक्ष रतनलाल गाडरी, जिला महामंत्री रघु शर्मा, हर्षवर्धन सिंह रूद, श्रवण सिंह राव, जिला उपाध्यक्ष…

Read More

સીમા સુરક્ષા દળ – રાષ્ટ્રની ઓળખ અને સાર્વભૌમત્વનું જીવંત પ્રતીક

હિન્દ ન્યુઝ, કચ્છ  🇮🇳 સીમા સુરક્ષા દળ (BSF), જે ભારતની સરહદોનું રક્ષણ કરે છે, આજે તેના ૬૧મા સ્થાપના દિવસની ઉજવણી કચ્છના ભુજ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની મુખ્ય ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. 🇮🇳 BSF દેશની આંતરિક સુરક્ષા અને તેની આંતરરાષ્ટ્રીય સરહદોના અનન્ય સંરક્ષણનું પર્યાય રહ્યું છે. યુદ્ધની સ્થિતિ હોય કે પછી કુદરતી આફતની, BSF ના સૈનિકો દરેક પડકારજનક પરિસ્થિતિમાં દેશ સેવા માટે અડગ અને અગ્રેસર રહ્યા છે. 🇮🇳 આજના કાર્યક્રમમાં પ્રભાવશાળી પરેડ આકર્ષણનું કેન્દ્ર રહી. આ પરેડ ફક્ત એક ઔપચારિક…

Read More

દાહોદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના પ્રવાસ અર્થે આવેલ મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, દાહોદ ખાતે બેઠક યોજાઈ. બેઠકમાં મંત્રીને મહિલાલક્ષી યોજનાઓની વિગતો અપવામાં આવી તેમજ આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી વિશે વિસ્તારપૂર્વકની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવી. બેઠક દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી બહેનોનું મંત્રી તેમજ મહાનુભાવોના વરદ્હસ્તે સન્માન કરવામાં આવ્યું. મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. મનીષાબેન વકીલે દાહોદ જિલ્લાની બોરવાણી-6 અને ઉસરા-1 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી. આંગણવાડીની મુલાકાત દરમ્યાન મંત્રીએ નાનકડાં ભૂલકાઓને…

Read More

જૂનાગઢ ખાતે ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની એક દિવસીય ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી – 2026માં યોજાશે.      આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીએ પોતાના જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢને મોકલી આપવાનું રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક 14 થી 35ની વય ધરાવતા યુવક –યુવતીઓએ તા. 30 નવેમ્બર, 2025 સુધીમાં અરજી કરવાની રહેશે.

Read More

સરદાર @ 150 યુનિટી માર્ચમાં વડોદરાનો સાવલી તાલુકો દેશભક્તિના રંગે રંગાયો

હિન્દ ન્યુઝ, સાવલી       મંત્રી કમલેશભાઈ પટેલ અને ધારાસભ્ય કેતનભાઈ ઈનામદારે પદયાત્રામાં જોડાઈ સરદાર પટેલને પુષ્પાંજલિ આપી. બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઈ પદયાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયાં.    આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ ‘સ્વદેશી ચીજવસ્તુ’ના ઉપયોગના શપથ લીધા સાથે જ માન. વડાપ્રધાનના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો પણ સંદેશ આપ્યો.

Read More

જિલ્લાની સાત સરકારી માધ્યમિક શાળાઓ માટે વહીવટી તંત્ર દ્વારા જમીનની ફાળવણી કરવામા આવી

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લામાં કાર્યરત સરકારી શાળાઓ પૈકી સાત સરકારી શાળાઓને દાહોદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જમીન ફાળવણી કરવામા આવેલ છે. જેમા સરકારી માધ્યમિક શાળાઓ મુવાલીયા, ખેંગ, ખંગેલા, બોરવાણી, પતંગડી, ચીખલી ને જમીનની જમીનની ફાળવણી કરવામાં આવી.     દાહોદ જિલ્લા વનવિભાગ દ્વારા સરકારી માધ્યમિક શાળા ઇટાવાને જમીન ફાળવવામાં આવી., તેમજ ત્રણ સરકારી માધ્યમિક શાળા માટે પ્રાથમિક શાળાના કેમ્પસમા જગ્યા ઉપલબ્ધ હોવાથી ત્યા બાંધકામ કરવામાં આવનાર છે. આમ કુલ-૧૦ સરકારી માધ્યમિક શાળાના મકાન બાંધકામ માટે આગામી બે વર્ષમા SSA દ્વારા પ્રક્રિયા હાથ ધરવામા આવશે.

Read More

વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારની સુવિધાઓ મજબૂત અને સરળ બનાવવા વિવિધ માર્ગો અને બ્રિજની મરામત અને વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારની સુવિધાઓ મજબૂત અને સરળ બનાવવા હેતુસર પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા વિવિધ માર્ગો અને બ્રિજની મરામત અને વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.       સારંગપુર એપ્રોચ રોડ બ્રિજ પર ચોમાસાના કારણે બંધ થયેલા બ્રિજનું બાધકામ, સ્લેબ જોડાણો, ગાર્ડરેલ અને સલામતી મજબૂતી કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓવાડા–રોહિતવાસ રોડ, કલવાડા સહકાર રોડ તેમજ વલસાડ તાલુકાના અન્ય ગ્રામ્ય માર્ગો પર રોડ લેવલિંગ, જંગલ કટિંગ અને પાણીની યોગ્ય નિકાસ માટે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. આ કામગીરી…

Read More

કેન્દ્ર સરકારે શ્રમ કાયદાઓને સરળ અને સુગમ બનાવવા માટે ચાર શ્રમ કોડ લાગુ કર્યા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે ચાર શ્રમ કોડ વેતન સંહિતા, 2019; ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020; સામાજિક સુરક્ષા સંહિતા, 2020; વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સંહિતા, 2020ને તા. 21 નવેમ્બર, 2025થી અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.     આ ચાર લેબર કોડ્સ પરિવર્તન લાવનારા; દેશના કાર્યબળ માટે વધુ સારું વેતન, સલામતી, સામાજિક સુરક્ષા તેમજ ઉન્નત કલ્યાણ.

Read More

૧૦૦ % ડિજિટાઇઝેશન સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરનાર BLOઓનું સન્માન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત, જિલ્લામાં મતદાર ગણતરી ફોર્મનું ૧૦૦ % ડિજિટાઇઝેશન સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરનારા, ત્રણ BLO ને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ કે. દવે તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી, ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.      ૩૪-દહેગામ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.૨૩૭ – શિયાપુરાના BLO ધવલકુમાર બાબુભાઈ પટેલ, ૩૫-ગાંધીનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.૫૭, મગોડી-૫ (રતનપુર લાટ)ના BLO જીગ્નેશકુમાર ચીમનભાઈ પટેલ તથા ૩૭-માણસા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ…

Read More