ગઢડા તાલુકામાં આવેલ ઢસા ગામ ચોકડી ઉપર એસ ટી. વિભાગ બિલકુલ નિષ્ફળ જોવા મળી રહી છે

હિન્દ ન્યુઝ, ઢસા,

ઢસા ગામ ચોકડી થી ભાવનગર, અહમદાબાદ રાજકોટ, અમરેલી, ગારિયાધાર, બોટાદ થી ધન્ધુકા, ગુજરાત મા જ્યાં જવુ હોય ત્યાં ઢસા બધી એસ.ટી. બસ મળે. આવું સારૂ સેન્ટર હોવા છતાં એસ.ટી. વિભાગ પોતાની કામગીરી મા નિષ્ફળ બતાય એવુ જોવા મળી રહ્યું છે. કેમ કે ઢસા ગામ ચોકડી ઉપર એકેય પણ સમય પત્રક નથી ત્યાર બાદ સમય પત્રક એસ.ટી. ના કર્મચારી પૂછતાછ માટે બેસાડવા મા નથી આવતા એસ.ટી.વિભાગ ને જગ્યા સમય પત્રક તેમજ એસ.ટી. કર્મચારી પૂછતાછ માટે ક્યા બેસાડવા એ જગ્યા ઢસા મા ઢસા જં. રોડ કોર્નર ઉપર આવેલ જૂનું જકાત નાકુ આવેલ છે. એસ.ટી. આ જગ્યા માંગી શકે, બાજુમાં આવેલ વિસરામ સ્થળ પણ ખંડેર હાલત મા છે. આ જગ્યા એસ.ટી. વિભાગ જગ્યા લઈ ને સમયપત્રક એસ.ટી. કર્મચારી બેસાડી શકે એ વાત કન્ફોર્મ છે. અથવા ઢસા ગામ ચોકડી ઉપર એકેય જગ્યાએ ટાઈમ ટેબલ અથવા કર્મચારી નો બેસાડવા માંગતા હોય તો થોડાક સમય પહેલા ઢસા ગામ થી 3કિમિ. ઢસા જં મા નવો એસ.ટી. ડેપો બનેલો છે. તો ત્યાં ઢસા ગામ ચોકડીથી ઢસા જં. મા બધી એસ.ટી. બસ આવે એવી બધી આ સમસ્યા નો હલ થાય તેવી તાત્કાલિક મુસાફરો ની ખાસ લોકમાંગણી છે.

રિપોર્ટર : યુસુફ આકબાણી, ઢસા

Related posts

Leave a Comment