હિન્દ ન્યુઝ, મોરબી,
મોરબીના લીલાપર રોડ ઉપર આવાસ યોજનામાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી તેના ભાઇની સાથે ઘરે એકલી હતી અને તેણીના માતા પિતા ગરમ મસાલો વેચવા માટે બહાર ગયા હતા. તે સમયે ઘરે એકલા રહેલ સગીરા અને તેના ભાઈને જોઈને ત્યાં આવાસ યેાજનાના કવાટરમાં જ રહેતા અજય મહાદેવ વિકાણી જાતે દેવીપુજક નામના શખ્સે સગીરા ઉપર નજર બગાડી હતી, અને ઘરે એકલી રહેતી સગીરાના ઘરનો દરવાજો ખખડાવી દરવાજો ખોલાવીને તેણીની પાસે ખરાબ માંગણી કરી હતી અને શારીરિક અડપલા કર્યા હતા. જેથી ભોગ બનેલી સગીરાએ દેકારો કર્યો હતો. માટે અજય વિકાણી દરવાજો ખોલીને ભાગી છૂટ્યો હતો અને બાદમાં સગીરાએ તેના માતા પિતાને આ બનાવની જાણ કરી હતી. જેથી ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસીની કલમ ૩૫૪(એ), ૪૪૭ અને પોક્સો એકટની કલમ ૧૮ મુજબ ગુનો નોંધ્યો હતો અને ગુનામાં તપાસનીશ અધિકારી પીએસઆઇ નેહાબેન શુક્લ દ્વારા ગણતરીની ક્લાકોમાં જ આરોપી અજય મહાદેવ વિખાણી જાતે દેવીપુજકની ધરપકડ કરી લેવામાં આવી છે.
રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી