હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ શરૂ થતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી જામનગર જિલ્લામાં વિવિધ 8 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે.
Read MoreDay: November 9, 2025
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બીએલઓ દ્વારા ઘર-ઘર જઈ એન્યુમરેશન ફોર્મની કામગીરી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, દાહોદ ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨૮ ઑક્ટોબર, ૨૦૨૫ મતદારયાદી શુદ્ધ અને ત્રુટિરહિત બનાવવા અર્થે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તમામ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં ERO-133 ગરબાડા દ્વારા અભલોડ ગામ ખાતે ગ્રામજનોને SIR બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ EF FORM કઈ રીતે ભરવું તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
Read Moreમોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો
હિન્દ ન્યુઝ, મોરબી સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબીમાં મોરબી અને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ.૧૪૫૦ પ્રતિ કિલોગ્રામ ના ભાવે ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હેક્ટરદીઠ વધુમાં વધુ ૧૨૫ મણ જથ્થાની ખરીદી કરાશે. ખેડૂતોને પોતાની મગફળી કેન્દ્રો પર લાવવા એક દિવસ અગાઉ SMS દ્વારા જાણ કરવામાં આવશે. દરેક ખેડૂતોને વિનંતી કે પોતાનો જથ્થો સાફ કરીને લાવે જેથી વેચાણ કેન્દ્ર ખાતે ગુણવત્તા માટેની વ્યવસ્થા જળવાઈ રહે. ઉપરાંત મગફળી સુકવીને લાવવી જેથી મગફળી સરકારના ધારા ધોરણ મુજબ આવે. જિલ્લામાં મગફળીનું અંદાજિત વાવેતર ૭૨ હજાર…
Read Moreજૂનાગઢ ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ અંતર્ગત ‘સરદાર@ 150’ યુનિટી માર્ચ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ અંતર્ગત ‘સરદાર@ 150’ યુનિટી માર્ચના ભાગરૂપે આયોજિત રાજ્યવ્યાપી પદયાત્રાનો પૂજ્ય સંતો અને સાથી મંત્રીઓની હાજરીમાં જૂનાગઢથી પ્રારંભ કરાવ્યો. જૂનાગઢ 1947ની 9મી નવેમ્બરે નવાબી શાસનમાંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું, તેને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને આરઝી હકૂમતના સેનાનીઓના મહત્ત્વપૂર્ણ યોગદાનથી જુનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ પદયાત્રાનું આયોજન થયું તે વિશેષ આનંદની વાત છે. આજના આ અવસરે, સરદાર ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, તેમને ભાવપૂર્વક વંદન કર્યા.…
Read Moreજૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતેની ભારતના લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની બહાઉદીન કોલેજ ખાતે યુનિટી માર્ચ પદયાત્રાના કાર્યક્રમમાં સહભાગી થયા પૂર્વે જૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતેની ભારતના લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ વહેલી સવારે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સરદાર સાહેબની ભાવવંદના કરી હતી. આ પ્રસંગે બેન્ડની સુરાવલીથી વચ્ચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાકમા મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ વેળાએ સરદાર ચોક ખાતે રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન…
Read More