જૂનાગઢ ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ અંતર્ગત ‘સરદાર@ 150’ યુનિટી માર્ચ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

      લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ અંતર્ગત ‘સરદાર@ 150’ યુનિટી માર્ચના ભાગરૂપે આયોજિત રાજ્યવ્યાપી પદયાત્રાનો પૂજ્ય સંતો અને સાથી મંત્રીઓની હાજરીમાં જૂનાગઢથી પ્રારંભ કરાવ્યો.

જૂનાગઢ 1947ની 9મી નવેમ્બરે નવાબી શાસનમાંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું, તેને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને આરઝી હકૂમતના સેનાનીઓના મહત્ત્વપૂર્ણ યોગદાનથી જુનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ પદયાત્રાનું આયોજન થયું તે વિશેષ આનંદની વાત છે.

આજના આ અવસરે, સરદાર ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, તેમને ભાવપૂર્વક વંદન કર્યા.

આરઝી હકૂમત શિલાસ્થળ પર સૌ સેનાનીઓને વંદન પાઠવ્યા, અને ઉપસ્થિત સૌ નાગરિકોને સંબોધન કરી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે આહવાન કર્યું. આ પ્રસંગે સૌની સાથે આત્મનિર્ભર ભારતના શપથ લીધા, તેમજ આરઝી હકૂમતમાં ભાગ લેનાર સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કર્યા. 

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર સહિત સમગ્ર દેશમાં સરદાર સાહેબની 150 મી જયંતીની ગૌરવભેર ઉજવણી થઇ રહી છે.

સરદાર સાહેબના એક અને અખંડ ભારતના સંકલ્પને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના મંત્રથી વધુ મજબૂત બનાવ્યો છે.

તેમના માર્ગદર્શનમાં યોજાઈ રહેલ યુનિટી માર્ચ દેશવાસીઓને એકતાના તાંતણે બાંધીને સૌની સહભાગિતાથી વિકાસ માર્ગે ચાલવાની પ્રેરણા આપશે.

આ પદયાત્રામાં સમાજના તમામ વર્ગો, કોલેજના વિદ્યાર્થીઓ, NCC, NSS, માય ભારત વોલંટીયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, વાણિજ્ય સંગઠનો, ધાર્મિક સંસ્થાનો, સ્થાનિક સાધુ-સંતો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો, રમતવીરો, પ્રગતિશીલ કિસાનો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકોએ સહભાગી થઈને વાતાવરણને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું.

Related posts

Leave a Comment