સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

          રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તારીખ ૦૮/૦૫/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૦૮/૦૫/૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૫૮ આસામીઓ પાસેથી ૨.૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૧૨૨૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના રૈયા રોડ, ગોંડલ રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૦ આસામીઓ પાસેથી ૦.૬૦૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૩૬૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૮ આસામીઓ પાસેથી ૧.૫૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૩૭૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનના નેહરુનગર મેઈન રોડ, કોઠારીયા રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૦ આસામીઓ પાસેથી ૦.૫૪૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૪૮૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

          ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.

Related posts

Leave a Comment