રાજકોટ શહેર ખાતે ભાજપમાં ભંગાણ, કમલેશ મિરાણીએ કહ્યું ટિકિટની લાલચે દક્ષાબેન કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ,

તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વોર્ડનં.૫ ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણિયા કોંગ્રેસમાં જોડાયા હતા. રાજકોટ માર્કેટીંગયાર્ડના વેપારી આગેવાન અને કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી કોંગ્રેસમાં જોડાયા છે. અતુલ કમાણીએ રાજકોટ યાર્ડમાં મચ્છરોને લઈને આંદોલન કર્યું હતું. A.B.V.P અને યુવા ભાજપના ૨૦ જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. ચાંદનીબેન લીંબાસીયા સામાજિક મહિલા આગેવાન કે જેઓ રાજકોટમાં N.G.O ચલાવી રહ્યા છે. તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દક્ષાબેનનું કોંગ્રેસમાં જોડાવવાનું અપેક્ષિત હતું. કોર્પોરેટરના પતિ પાર્ટી વિરુદ્ધ ગતિવિધી પણ કરતા હતા. તેમણે ભૂતકાળમાં રાજીનામું આપવાનું નાટક પણ કર્યું હતું. કમેલશ મિરાણીએ કહ્યું કે તેઓ ટિકીટની લાલચે કોંગ્રેસમાં જોડાયા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment