હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ સઘન સુધારણા અંતર્ગત કલેક્ટર, જૂનાગઢ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા ના સહિયારા પ્રયાસથી જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારના અંદાજિત એક લાખ કરદાતાઓ ને ગણતરી ફોર્મ વહેલી તકે બીએલઓને જમા કરાવવા માટે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું . જે અંતર્ગત મહાનગરપાલિકાના એક લાખથી વધુ કરદાતાઓને ટેક્સ મેસેજ મારફતે લોકો ફોર્મ જમા કરાવે એના માટે અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના મતદારોના ગણતરી ફોર્મસ ડિજિટાઈઝેશનની કામગીરી હાલ ચાલુ છે. આ સાથે આસિસ્ટન્ટ કલેક્ટર, કેશોદ, અને નાયબ…
Read MoreDay: November 20, 2025
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓની આંતર કૃષિ મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓની આંતર કૃષિ મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓનું કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના યજમાનપદે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ સભા ગૃહ ખાતે સફળતાપૂર્વક આયોજન કરાયુ હતુ. આ આંતરમહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાના વિવિધ ઇવેન્ટ જેમકે નાટક, મોનો એક્ટિંગ, માઈમ તેમજ લોક નૃત્યમા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આઠ વિદ્યાશાખાઓના કુલ ૧૯૫ જેટલા સ્પર્ધકોએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સાંસ્કૃતિક સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામક ડો.…
Read Moreગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલનો તાલીમ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન અને મહાનગરપાલિકા ભાવનગરના અધિકારી/કર્મચારીઓ તથા ભાવનગર ઝોન હેઠળની તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ડે. એકાઉન્ટન્ટ અને મેનેજર (સોલીડ વેસ્ટ) માટે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ પોર્ટલનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ ૨૦૨૫ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય સ્તરે તમામ વિભાગોના વડાઓ, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ નગરપાલિકાઓમાં ઈવેન્ટ અને એક્ટીવીટી માટે “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ ઈવેન્ટ્સ કેલેન્ડર” તૈયાર કરવામાં…
Read Moreજિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલના અધ્યક્ષતા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ તમામ અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના પણ આપી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, જમીનની માપણી, જમીન…
Read Moreમાંગરોળ વિધાનસભાની યુનિટી માર્ચ એકતા પદયાત્રા યોજાઈ
હિન્દ ન્યુઝ, માંગરોળ (જૂનાગઢ) અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ૮૯— માંગરોળ વિધાનસભાની યુનિટી માર્ચ એકતા પદયાત્રા માળીયા હાટીનાના અમરાપુર થી લાડુડી 10 કિલોમીટર સુધીની યોજાઈ હતી. આ પદયાત્રામાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણના યોગદાનને બિરદાવી ’રાષ્ટ્રીય એકતા’ ’આત્મનિર્ભર’ ભારતના સુત્રોચાર સાથે ઉત્સાહભેર યોજાઈ હતી. અમરાપુર થી લાડુડી સુધીની આ પદયાત્રાને ઠેર ઠેર ગ્રામજનો એ સ્વાગત કર્યું હતું. કાત્રાસા…
Read Moreજૂનાગઢ ખાતે અવેરનેસ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે સરકારી અંધશાળા જૂનાગઢ ખાતે અવેરનેસ કેમ્પ યોજાયો હતો. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ– SIR ૨૦૨૫ અંતર્ગત અંધશાળા જૂનાગઢ ખાતે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ખાસ સધન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ મતદાર યાદી સુધારણા અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા.૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ યોજાનાર વિશેષ કેમ્પોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
Read Moreजयपुर स्थित भाजपा प्रदेश कार्यालय में वंदे मातरम् मॉनिटरिंग टीम के सदस्यगणों के साथ बैठक
हिन्द न्यूज़, जयपुर जयपुर स्थित भाजपा प्रदेश कार्यालय में आज वंदे मातरम् कार्यक्रम के प्रदेश संयोजक एवं भाजपा प्रदेश मंत्री भूपेंद्र सैनी तथा कार्यक्रम सह–संयोजक श्रीमती प्रीति शर्मा ने संभाग की वंदे मातरम् मॉनिटरिंग टीम के सदस्यगणों के साथ बैठक की। बैठक में अभियान की अद्यतन प्रगति, जनभागीदारी बढ़ाने की रणनीति तथा राष्ट्रभावना को घर-घर तक पहुंचाने के व्यापक उद्देश्यों पर विस्तारपूर्वक चर्चा हुई। साथ ही, आगामी 26 नवंबर तक प्रदेशभर में प्रस्तावित वंदे मातरम् कार्यक्रमों की रूपरेखा एवं कार्ययोजना भी तैयार की गई।
Read Moreગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના શ્યામ શુકન–પી.ડી.પી.યુ ચાર રસ્તાથી ‘સરદાર @150 યુનિટી માર્ચ’ નું ફ્લેગઓફ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના શ્યામ શુકન–પી.ડી.પી.યુ ચાર રસ્તાથી ‘સરદાર @150 યુનિટી માર્ચ’ નું ફ્લેગઓફ કરાવ્યું હતું. આ અવસરે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશવ્યાપી રીતે યોજાતી આ યુનિટી માર્ચનો હેતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવાનો છે. ‘આત્મનિર્ભર ભારત’ તથા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ સાથે યોજાયેલી પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રીએ હાજર વિશાળ જનસમુદાયને સંબોધતા જણાવ્યું કે આ પદયાત્રા રાષ્ટ્રીય…
Read Moreમાંડવી તાલુકાના આમલી ગામ ખાતે પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પશુપાલકો સાથે ‘પશુપાલનમાં પશુ પોષણ અને બચ્ચા ઉછેરનું મહત્વ’ વિષય પર પશુપાલક ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત માંડવી તાલુકાના આમલી ગામ ખાતે પશુ વિજ્ઞાન કેન્દ્ર તથા કામધેનુ યુનિવર્સિટી, નવસારીના સંયુકત ઉપક્રમે “પશુપાલનમાં પશુ પોષણ અને બચ્ચા ઉછેરનું મહત્વ” વિષયક પશુપાલક ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં કુલ ૩૨ પશુપાલકોએ ભાગ લીધો હતો. આ અવસરે મદદનીશ પ્રાધ્યાપક ડો.સુનિલકુમારે જણાવ્યું હતું કે, નફાકારક પશુપાલન માટે ઉત્તમ વીર્યનો ઉપયોગ કરીને સારી જાતની વાછરડી મળવાની શક્યતા વધારી શકાય છે. પશુ આહારમાં એઝોલા એક જાતની ફર્ન પ્રકારની વનસ્પતિ જે પશુ આહારમાં આપવાથી પશુ માટે થતાં દાણનો ખર્ચ ઘટાડી શકાય તે…
Read More“યુવા આપદા મિત્ર” તાલીમ કાર્યક્રમનો સુરતમાં પ્રારંભ
હિન્દ ન્યુઝ, સુરત કામરેજના વાવ એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે યુવાઓને તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા શરૂ કરાયેલા “યુવા આપદા મિત્ર યોજના” અંતર્ગત ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ તથા સુરત જિલ્લા આપદા વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લામાં ૫૦૦ યુવા સ્વયંસેવકોને એસ.ડી.આર.એફ. દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ યોજનામાં “મેરા યુવા ભારત” (MY Bharat) – જે અગાઉ નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS) તરીકે ઓળખાતું હતું. તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના યુવાઓને તાલીમ આપવામાં આવનાર છે.
Read More