હિન્દ ન્યુઝ, સુરત
માંડવી તાલુકાના આમલી ગામ ખાતે પશુ વિજ્ઞાન કેન્દ્ર તથા કામધેનુ યુનિવર્સિટી, નવસારીના સંયુકત ઉપક્રમે “પશુપાલનમાં પશુ પોષણ અને બચ્ચા ઉછેરનું મહત્વ” વિષયક પશુપાલક ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં કુલ ૩૨ પશુપાલકોએ ભાગ લીધો હતો.
આ અવસરે મદદનીશ પ્રાધ્યાપક ડો.સુનિલકુમારે જણાવ્યું હતું કે, નફાકારક પશુપાલન માટે ઉત્તમ વીર્યનો ઉપયોગ કરીને સારી જાતની વાછરડી મળવાની શક્યતા વધારી શકાય છે. પશુ આહારમાં એઝોલા એક જાતની ફર્ન પ્રકારની વનસ્પતિ જે પશુ આહારમાં આપવાથી પશુ માટે થતાં દાણનો ખર્ચ ઘટાડી શકાય તે અંગે પશુપાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
