ભાવનગરનાં કૃષ્ણનગર પ્રા. શાળા ખાતે વંદે ગુજરાત રથનું ઢોલ નગારા નાં તાલે ઉત્સાહભેર સ્વાગત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો છઠ્ઠો દિવસ

ભાવનગરનાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત શાળા નં. ૬૮ કૃષ્ણનગર પ્રા. શાળા (ગૌ શાળા) ખાતે વંદે ગુજરાત રથનું ઢોલ નગારા નાં તાલ સાથે ઉત્સાહભેર સ્વાગત કરાયું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ વંદે ગુજરાત રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.

આ તકે રથને કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા વીસ વર્ષના વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. . વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી માતૃશક્તિ કીટ જેવી વિવિધ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ઉપસ્થિત ધારાસભ્ય વિભાવરીબેન દવે એ વકતવ્યમાં જણાવ્યું હતું કે આજે રાજ્ય સરકાર ગામડામાં પણ ૨૪ કલાક લાઈટ ની સુવિધા આપી છે અગાઉના સમયમાં બીજા દેશો વેકસીન શોધે એની રાહ જોવાતી જયારે કોરોનામાં આપડે બીજા દેશોને વેકસીન આપી હતી આજથી ૨૦ વર્ષ પહેલાની સ્થિતિ અને છેલ્લા ૨૦ વર્ષમાં વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસથી લોકો વાકેફ છે. કન્યા કેળવણી, વિધવા સહાય, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, ઊજજ્વલા યોજના જેવી યોજનાઓ લાવીને છેવાડા નાં માનવીની ચિંતા સરકાર કરે છે જન ધન યોજના દરેકનાં બેન્ક ખાતા ખોલીને લાભાર્થીને સીધો લાભ તેના ખાતામાં જમા થઈ જાય છે જ્યારે પહેલા વચેટિયા તેનું કમિશન લઈ જતાં હતા. ગરીબો અને છેવાડાનાં માનવીને ધ્યાનમાં રાખી કામ કરતી સરકાર છે

આ પ્રસંગે શાસકપક્ષ દંડક પંકજભાઈ ગોહિલ, શાસકપક્ષ નેતા બુધાભાઈ ગોહેલ, શિક્ષણ સમિતી સભ્ય પરેશભાઈ ચૌહાણ, શહેર મોરચાના મહિલા આગેવાન શ્રીમતિ શિલ્પાબેન દવે, કોર્પોરેટરશ્રી મૃદુલાબેન પરમાર, યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ, કોર્પોરેટર કુલદીપભાઈ પંડયા, સમીર ત્રિવેદી, શાળાના આચાર્ય મુકેશ રાજ્યગુરૂ, સી આર. સી. મુકેશભાઇ પનોત તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડીના બહેનો સહિતનાં પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment