પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, લોકભારતી, સણોસરા ખાતે સૌરાષ્ટ્રના જિલ્લાઓના તલાટી કમ મંત્રીઓ માટે તાલીમ વર્ગનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર તથા મોરબી જિલ્લાના મહિલા તલાટી મંત્રીઓ માટે લોકભારતી સણોસરા ખાતે તાલીમ વર્ગ ચાલી રહ્યો છે, જેમાં પંચાયતીરાજ વ્યવસ્થા સંદર્ભે વિવિધ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, લોકભારતી સણોસરા ખાતે ચાલી તાલીમ વર્ગમાં ઈશ્વરિયાના કાર્યકર્તા અને ગ્રામ વિકાસના તજજ્ઞશ્રી મૂકેશ પંડિતે જણાવ્યું કે, ગામડાના વિકાસ માટે સરપંચ સાથે તલાટી કમ મંત્રીનું સંકલન અનિવાર્ય છે. બંને વચ્ચે જો તાદાત્મ્ય હશે તો કોઈપણ કામ સરળતાથી થઈ શકશે.

લોકશાહીમાં ખાસ કરીને ભારતીય વ્યવસ્થામાં ગામડું એ પ્રથમ પગથિયું છે ત્યારે આપણા દેશને સશક્ત બનાવવા અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે આ એકમને મજબૂત કરવા માટે તલાટી કમ મંત્રીઓ પાયાના કર્મચારીઓ છે. તેઓ ગામના વિકાસ માટે જેટલો રસપૂર્વક અને કૂનેપૂર્વક કાર્ય કરશે જે- તે ગામનો વિકાસ એટલો જ શક્ય બનશે તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ વર્ગમાં સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામના માજી સરપંચ અને કાર્યકર્તા મૂકેશ પંડિત દ્વારા થયેલ સર્વાંગી વિકાસ અંગે સંસ્થાના આચાર્ય ગીરીશભાઈ દવેએ ઉલ્લેખ કર્યો હતો અને તેઓએ તલાટી મંત્રીઓને અન્ય ગામ કે સંસ્થા અને સંબંધિતોની કાર્યપ્રણાલી જાણવાં પર ભાર મૂક્યો હતો.

આ તાલીમ વર્ગમાં પંડિતે પોતાના ઈશ્વરીયા ગામમાં થયેલાં વિકાસ કાર્યોમાં સાથી સભ્યો, ગ્રામજનો અને સરકારી તંત્રના સંકલનનો ઉલ્લેખ કરી લીધેલા લાભોની વિગતો આપી ગામડાના વિકાસ માટે સરપંચ સાથે તલાટી મંત્રીનું સંકલન અનિવાર્ય ગણાવ્યું હતું. આ માટે પક્ષપાત કે જ્ઞાતિવાદ સિવાય સરપંચોની ગ્રામવિકાસ માટેની સૂઝને પણ તેમણે મહત્વપૂર્ણ ગણાવી હતી.

આ વર્ગ ચર્ચામાં ગ્રામપંચાયત સંદર્ભે સ્થાનિક અડચણો અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં સૌ કોઈ રીતે સહભાગી થયાં હતાં. ચર્ચા વર્ગમાં આભારવિધિ દક્ષાબેન કામોઠીએ કરી હતી.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment