વોર્ડ નં. ૧માં વિવિધ સ્થળોની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૨૮-૧૨-૨૦૨૨નાં રોજ દ્વારિકાધીશ હાઈટ્સ મેઈન રોડ પર ચાલતી મેટલીંગની કામગીરી, ધરમનગરમાં આવેલ આંગણવાડી અને ધરમનગર આવાસ યોજના પાસે આવેલ પે યુઝ ટોઇલેટની વિઝિટ કરી હતી તેમજ ધરમનગર આવાસ યોજનાના રહેવાસીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો.

        દ્વારિકાધીશ હાઈટ્સ મેઈન રોડ પર ચાલતી મેટલીંગની કામગીરીમાં મ્યુનિ. કમિશનરશ્રીએ મટીરીયલ્સ અંગેની માહિતી મેળવી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સુચના આપી હતી. ધરમનગરમાં આવેલ આંગણવાડી ખાતે બાળકોને આપવામાં આવતું પૌષ્ટિક ફૂડ વિશે માહિતગાર થયા હતા તેમજ ધરમનગર આવાસ યોજના પાસે આવેલ પે યુઝ ટોઇલેટ ખાતે સ્વચ્છતા લગત સુચનો આપ્યા હતા. ધરમનગર આવાસ યોજનાના રહેવાસીઓ સાથે સીધો સંવાદ દરમ્યાન સ્થળ પર જ તાત્કાલિક નિકાલ કર્યો હતો તેમજ વોર્ડ નં.૧ તથા ૧૫૦ ફૂટ રીંગ રોડનાં મુખ્ય માર્ગો પર સ્વચ્છતાનુ નિરીક્ષણ કર્યું હતું.

        આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે સિટી એન્જી. એચ. યુ. દોઢિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ.(ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, એ.ટી.પી. રેનીશ વાછાણી, વોર્ડ ઓફિસર નિશાબેન જાદવ, વોર્ડ એન્જી. વી.વી.પટેલ અને RBSKનાં મેડીકલ ઓફિસર તૃપ્તિબેન ઝાલા હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment