તા.૧૯/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૯૧ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ  

         રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૧૯/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૧૨/૨૦૨૨ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો શ્રી રામેશ્વર મહાદેવ, લક્ષ્મીનગર, હિંગળાજનગર, ગીત ગુજરી સોસાયટી, હનુમાનમઢી ચોક, તિરૂપતી સોસાયટી, ભોમેશ્વર મેઈન રોડ, શ્રમજીવી સોસાયટી તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, સોરઠીયાવાડી, ભક્તિનગર, પોલિસ સ્ટેશન પાસે, સહકાર રોડ, નંદાહોલ, આનંદનગર મેઈન રોડ, દેવપરા, જંકલેશ્વર મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, કોઠારિયા સોલવન્ટ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, સોમનાથ સોસાયટી, ગોપાલનગર, હરીદ્વાર સોસાયટી, શ્રીરામ સોસાયટી, કોઠારીયા ગામ રોડ, રણુજા મંદિર પાસે, ગણેશ પાર્ક મેઈન રોડ, મચ્છુનગર મેઈન રોડ, શિવ હોટલ પાસે, ગોંડલ હાઈવે તથા આજુબાજુમાંથી ૫૬(છપ્પન) પશુઓ, શાસ્ત્રીનગર, રૈયા ગામ, મારવાડી વાસ, જ્યોતીનગર, સાધુવાસવાણી રોડ, ગોપાલ ચોક, યોગીનગર, આલાપગ્રીન, રૈયાગામ પાસે, ચંદન પાર્ક, સરકારી કર્મચારી સોસાયટી, રૈયાધાર, સદગુરુનગર સોસાયટી, ઘનશ્યામનગર, શાંતીનગર ગેટ પાસે, સદગુરુ પાર્ક મેઈન રોડ, શાંતીનગર મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૪૩(તેતાલીસ) પશુઓ, પારેવડી ચોક, સંતકબીર મેઈન રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, ગોકુલનગર આવાસ પાસે, ખોડીયારનગર, R.T.O. પાછળ, નરસિંહનગર, રામ સોસાયટી, છપ્પનીયા ક્વાર્ટર્સ, રણછોડનગર, ભગવતી પરા, માર્કેટીંગ યાર્ડ, બ્રહ્માણી પાર્ક, રાધામીરા સોસાયટી, મોરબી રોડ તથા આજુબાજુમાંથી ૨૪(ચોવીસ) પશુઓ, પરસાણાનગર, રેલનગર મેઈન રોડ, જંકશન પ્લોટ, પોપટપરા મેઈન રોડ, રઘુનંદન સોસાયટી, હંસરાજનગર, કાલાવડ રોડ, સ્લમ ક્વાર્ટર, ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની તથા આજુબાજુમાંથી ૨૧(એક્વીસ) પશુઓ, કણકોટ પાટીયા, તાલુકા પોલિસ સ્ટેશન પાસે, કણકોટ પાટીયા રીંગ રોડ, જીવરાજ પાર્ક, બેડી ચોકડી તથા આજુબાજુમાંથી ૧૦(દસ) પશુઓ, નંદનવન શેઠનગર પાસે, સોમનાથ સોસાયટી, માધાપર ગામ, બ્રહ્માનંદ સોસાયટી, એ.જી. ચોક, કોર્ટ રોડ, મુખ્ય ચુટણી અધિકારીની ઓફિસ સામે, પચ્ચીસ વારીયા, નાગેશ્વર, ભારતીનગર, શ્યામનગર, શેઠનગર, મનહરપુર, વિનાયક વાટીકા તથા આજુબાજુમાંથી ૩૩(તેત્રીસ) પશુઓ, માલવિયા પોલિસ સ્ટેશન પાસે, ઉદયનગર પાસે, નવલનગર, આંબેડકરનગર, મેઈન રોડ, મવડી વિસ્તાર, અમ્રુત મહોત્સવ સ્થળ, નવો રીંગ રોડ, કણકોટ મવડી રોડ, મુરલીધર ચોક તથા આજુબાજુમાંથી ૧૨(બાર) પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૯૧ પશુઓ પકડવામાં આવેલ છે.

Related posts

Leave a Comment