બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, વાવ તાલુકા ના સરહદી કસ્ટમ રોડ ના કામમાં ડાયવર્ઝન માં બેદરકારી

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

સરહદી તાલુકા સુઈગામ થી માવસરી કસ્ટમ રોડનુ કામ ઘણા સમયથી ચાલી રહ્યુ હતું. અસારા થી લોદ્રાણી વચ્ચે નાળાનુ કામ ચાલુ છે અને સાથે રોડનુ કામ પણ ચાલુ હોવાથી બાજુની તરફ જ વાહનો માટે ડાયવર્ઝન રસ્તો બનાવેલ છે.

પરંતુ લોદ્રાણી તરફ થી આવતાં કે અસારા તરફ થી જતાં કામ ચાલુ હોવાથી ત્યાં ડાયવર્ઝન નુ બોર્ડ કે કોઈ પણ પ્રકારનું રેડિયમ પેટ્ટી કે નિશાન લગાવેલ નથી. વધુમાં રસ્તો પણ તદ્દન કાચો બવાવેલ છે. જેનાથી ડાયવર્ઝન માટે બનાવેલ રસ્તા પરથી પસાર થતાં વાહનો ના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે. જેના કારણે અક્સ્માત પણ થઇ શકે તેમ છે. જો આમ અકસ્માત સર્જાશે તો એમાં જવાબદાર કોણ ? સરકારી તંત્ર કે કોન્ટ્રાકટર ? આમ લોક ચર્ચા ઉઠવા પામી છે.

રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment