હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લા ના સમી શંખેશ્વર કચ્છ નાં રણ માં વેડફાતા રૂપેણ નદી નાં પાણીનો સંગ્રહ કરવા 80 કરોડ નાં પ્રોજેક્ટ ની મંજુરી અપાઈ.જોકે આ પ્રોજેકટ માં નદી પર અમુક અંતરે નવ ચેકડેમો બનાવી નદી નાં 48 કિલોમીટર સુધી સલાંગ પાણી નો સંગ્રહ થશે. તેમજ આ કાર્યો થી હાલ લોકો અને મીઠાની નાના રણ માં વેડફાઈ જતાં રૂપેણ નદીના લાખો લિટર પાણી માંથી દર વર્ષે અગરિયાઓ ને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થઇ રહ્યુ છે,જે વેડફાતા પાણી નો સંગ્રહ કરી અગરિયાઓ ને તથા નુકશાન ને અટકાવવા સિંચાઈ વિભાગ એ રૂપિયા 80 કરોડ નાં પ્રોજેક્ટ ની રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર