રાજકોટ રાજપથ લી.દ્વારા તા.૧૯/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૧૨/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

            રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV -રાજકોટ રાજપથ લી.દ્વારા ગત તા.૧૯/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૧૨/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે.

૧. સિટી બસ (RMTS) સેવા

· જનરલ-

· રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર૧૧૫સિટી બસ દ્વારાપરિવહન સેવાપુરી પાડવામાં આવે છે.

· સિટી બસ સેવા (RMTS)માંતા.૧૯/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૧૨/૨૦૨૨દરમિયાન કુલ અંદાજીત ૯૩,૯૪૫કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૮૭,૯૮૧મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

· સિટી બસમાં થયેલ કામગીરી:-

· સિટી બસના બસ સ્ટોપ તથા પીકઅપ સ્ટોપનુંજરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પરટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.

· સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ:-

· સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૫,૯૭૫કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીતરૂ!.૨,૦૯,૧૨૫/-ની પેનલ્ટી કરવામાં આવેલછે.   

· સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!.૨૩,૦૦૦/-નીપેનલ્ટી આપવામાં આવેલી છે.

· સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૦૮(આંઠ) કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ તથા ૦૩(ત્રણ)કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડકરવામાં આવેલ છે.

· ચેકીંગ દરમિયાન કુલ ૨૦(વીસ) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂ! ૨,૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

૨. બી.આર.ટી.એસ. બસસેવા

· જનરલ-

· રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર કુલ ૧૮BRTS બસ દ્વારા પરિવહન સેવાપુરી પાડવામાં આવે છે.

· બી.આર.ટી.એસ. બસ સેવામાંતા.૧૯/૧૨/૨૦૨૨ થી તા.૨૫/૧૨/૨૦૨૨દરમિયાન કુલ અંદાજીત૪૮,૭૦૦કિ.મી.ચાલેલ છે. તથા કુલ ૧,૮૬,૫૩૧મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

· બી.આર.ટી.એસ. બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ:-

· બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!.૩૦૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.

સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એદંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (RMTS) અને BRTSબસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારામુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાયછે. કોઇપણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય,તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા)ની જાહેરાત લગાવવી તે દંડનિય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. સદરહું બાબતે પરિવહન સેવામાં સુપરવાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવેલ છે.

Related posts

Leave a Comment