સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. યૂઝર્સ પોતાના સ્માર્ટફોનને પોતાનાથી બે મીનિટ પણ દૂર રાખતા નથી. પરંતુ એક્સેલિઓન કંપનીના સીઈઓ યોર્ગન એડહોલ્મે દિવસમાં રોજ ઓછામાં ઓછી 30 મીનિટ સ્માર્ટફોનને બંધ રાખવાની સલાહ આપી છે.એક્સેલિઓન કંપની મોબાઈલ માટે સિક્યોર ફાઈલ શેયરિંગનું કામ કરે છે. દિવસમાં 30 મીનિટ માટે ફોન બંધ રાખવા માટે યોર્ગને ધણા બધા ફાયદાઓ બતાવ્યા છે. તેમનું કહેવું છે કે, સ્માર્ટફોનથી હેલ્થ પર પણ અસર પડતી હોય છે. તે ઉપરાંત કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ આવું જ કહેવું છે. સ્માર્ટફોનને બંધ કરવાથી અથવા તેને હાઈબર્નેટ મોડ પર રાખવાથી બેટરી પર અસર પડે છે. આવું કરવાથી એપ્સ બંધ થઈ જાય છે, જેના કારણે તેની બેટરીની લાઈફ વધી જશે.
મોબાઈલમાં ઓવર હીટિંગની સમસ્યા છે તો તેના કેટલાક કારણો હોઈ શકે છે તેવામાં તેને બંધ રાખવો એક સારો ઉપાય છે
એક રિસર્ચ પ્રમાણે 61 ટકા મોબાઈલ સ્માર્ટફોન યૂઝર્સ નોટિફિકેશન જોયા વગર રહી શકતા નથી, જેના કારણે કોઈ કામમાં કોન્સન્ટ્રેશન કરી શકતાં નથી. એવામાં ફોનમાં કેટલીક વાર બંધ કરવાથી કોન્સન્ટ્રેશન વધશે.
જો તમે ફોન બંધ કરવા માંગતા નથી તો તેને નિશ્ચિત સમય પર રીબૂટ કરી લો, આવું કરવાથી બેકગ્રાઉન્ડમાં ચાલતા એપ્સ બંધ થઈ જશે અને બધા જ અપડેટેડ ફીચર્સ સારી રીતે કામ કરશે.