રાજકોટમાં વિશ્વ માલધારીદિન નિમિતે માલધારી સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલી : 700 બાઈક સાથે 2000 થી વધુ યુવાધન ઉમટી પડયા

રાજકોટમાં વિશ્વ માલધારીદિન નિમિતે માલધારી સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ, 700 બાઈક સાથે 2000 થી વધુ યુવાધન ઉમટી પડયા.

વિશ્વભરમાં વસવાટ કરતાં માલધારી સમાજ દ્વારા 26 નવેમ્બરે વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુસંધાને રંગીલા રાજકોટમાં પણ દર વર્ષની જેમ આજે પણ બાઈક રેલી યોજીને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. 26 નવેમ્બર ડો. વર્ગીશ કુરીયને દૂધનું મહત્વ સમજાવવા દૂધનું આર્થિકી કરણ કરીને શ્વેત ક્રાંતિ સર્જી હતી અને આ દિવસે ડો.વર્ગીશ કુરીયનો જન્મ દિવસ પણ મનાવવામા આવે છે તેમજ સાથો સાથ માલધારી દિવસ તરીકે પણ ઉજવણી થાય છે. ત્યારે રાજકોટમાં માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આજના દિવસે વિશાળ બાઈક રેલી રાણીમાં રૂડીમાં ઠાકર મંદીર બેડીનાકાથી પ્રસ્થાન થઈને હોસ્પિટલ ચોક, રેષકોર્ષ રીંગ રોડ, એરપોર્ટ ફાટક, રૈયા રોડ, રૈયા ચોકડી, ઈંદીરા શર્કલ, કે.કે.વી. શર્કલ, કોટેચા ચોક, મહીલા કોલેજ અંડર બ્રીજ, એસ્ટ્રોન ચોક, ડો. યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગથી દિવાનપરામાં આવેલ મચ્છોમાંના મંદીરે સમાપન થયેલ હતુ. આ બાઈક રેલીમાં માલધારી સમાજના ઘણાં બધા યુવાનોએ માલધારી સમાજનો પરંપરાગત પહેરવેશ જે મહદ્દ અંશે લુપ્ત થતો જાય છે તે ચોરણી, બંડી, કડીયુ અને માથે આંટીયાળી પાઘડી પહેરીને હાથમા કુંડલીયાળી લાકડી સાથે જોડાયા હતા. બાઈક રેલીનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામા આવેલ હતુ. રેલીમાં જોડાયેલ માલધારી સમાજના તમામ યુવાનોએ ટ્રાફીક નિયમોનું પાલન કરીને શિસ્તબધ્ધ રીતે પોતાનું બાઈક ચલાવ્યુ હતુ અને રેલીમાં માલધારી સમાજના આશરે 750 જેવા બાઈકો જોડાયા હતા જેમા સમાજ એકતાના દર્શન થયેલ જોવા મળ્યા હતા. માલધારી સમાજની આ બાઈક રેલીમાં સમાજના આગેવાનો ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ જુંજા, રણજીતભાઈ મુંધવા, કરણભાઈ ગમારા, કવાભાઈ ગોલતર, જીતુભાઈ કાટોડીયા, ગેલાભાઈ સભાડ, ભરતભાઈ ધોળકીયા, હરેશભાઈ જાપડા, શૈલેષભાઈ મીર, મુકેશભાઈ મુંધવા, ભરતભાઈ મકવાણા, રમેશભાઈ રાતડીયાની સાથે અમારા ન્યુઝ રીપોર્ટર ભોજાભાઈ ટોયટા તેમજ મોટી સંખ્યામા યુવાનો જોડાયને વિશ્વ માલધારી દિવસની ભવ્ય ઉજવણીમાં પોતાનો સિંહ ફાળો આપ્યો હતો.

તસ્વીર અહેવાલ :- ભોજાભાઈ વી. ટોયટા ( નિકાવા)

 

Related posts

Leave a Comment