રામપર ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકની પ્રેરક ઉપસ્થિતિમાં બંધારણીય દિવસની ઉજવણી કરાઇ

જામનગર

 તા.૨૬નવેમ્બરને સમગ્ર રાષ્ટ્રમાં બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જામનગર જિલ્લાના રામપર ગામે ખાસગ્રામસભામાં જિલ્‍લા વિકાસ અધિકારી પ્રશસ્‍તિ પારીકની પ્રેરક ઉપસ્થિતિમાં બંધારણીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં પદાધિકારી, કર્મચારી સહિત બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા. જેમણે બંધારણના આમુખના વાંચન સહ શપથ લીધા હતા.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામસભામાં રજુ થયેલ લોકપ્રશ્નો વિશે લોકમુખે જ માહિતી મેળવી હતી તેમજ તેનું નિરાકરણ લાવવા લગત વિભાગને સુચનાઓ આપી હતી. આ ઉપરાંત ગ્રામ વિકાસ, ખેતીવાડી, આરોગ્‍ય જેવી વિવિધ યોજનાઓ અને ગામના વિકાસાર્થે તૈયાર કરાયેલ વિલેજ ડેવલપમેન્‍ટ પ્‍લાન વિષે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત ગામમાં ૧૪માં નાણાપંચમાં લીધેલ કામોનું નિરીક્ષણ કર્યુ હતું તથા ગામની પ્રાથમિક શાળાની કમ્‍પાઉન્‍ડ વોલ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ખાસ ગ્રાન્‍ટમાંથી રૂ..પ૦ લાખ ફાળવવાની જાહેરાત કરી હતી.

ખાસ ગ્રામસભા અભિયાન હેઠળ તા. ૨૬ નવેમ્બરના રોજ જિલ્‍લાના ૮ ગામોમાં ગ્રામસભા યોજાઇ હતી. આ તમામ ગામોમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અફસાના મકવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભગીરથ પટેલ, હિસાબી અધિકારીશ્રી કરમુર, આયુર્વેદ અધિકારીશ્રી ડો.મોઢા, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો. બથવાર, અધિક જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી ડો.૫ટેલ, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડોડીયા, જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રી ગોસાઇગ્રામજનોનાં પ્રશ્નોનાં ઝડપી નિવારણ અર્થે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment