રોટરી ક્લબ ઓફની નવી ટીમ વર્ષ ૨૦૨૨/૨૩ ની સપથ વિધી કાર્યક્રમ યોજાયો પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ની ઉપસ્થિતિમાં “રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા” નો 64 મો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા   સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે તાજેતરમાં જ ધાંગધ્રા રોટરી ક્લબ ઓફ વર્ષ ૨૦૨૨/૨૩ ની ટીમની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ વિશાલભાઈ અઢીયા તથા સેક્રેટરી કુલદિપ સિંહ ઝાલાની વર્ણી કરવામાં આવી હતી ઈન્ટરનેશનલ ઓફિસર તરીકે આશીષભાઈ અજમેર તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ની અધ્યક્ષ સ્થાને શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો રોટરી ક્લબ વિવિધ વિસ્તારોમાં વિવિધ સેવાકીય કાર્યો વર્ષોથી કરી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા રોટરી ક્લબ છેલ્લા 64 વર્ષોથી સમાજને ઉપયોગી થાય એવા અનેક કાર્યો કરતું આવ્યું છે અને નવનિયુક્ત પ્રમુખ અને સેક્રેટરીની વરણી થતા ધ્રાંગધ્રા ખાતે રોટરી…

Read More

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ શાળાઓમાં સ્પર્ધાઓ યોજાઈ

બોટાદ  વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જીલ્લાભરની પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધાઓમાં શાળાનાં બાળકો ઉલ્લાસ અને ઉમંગ સાથે ભાગ લઈ રહ્યાં છે. શાળાઓમાં સ્વચ્છ ભારત, જય જય ગરવી ગુજરાત, પાણી બચાવો, ભારતની આઝાદી માટે યોગદાન આપનારા વિરો, ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા જેવા અલગ-અલગ વિષયો પર ચિત્રો દોરતાં તેમજ નિબંધ લખતાં બાળકોની સર્જનાત્મકતા પણ ખીલી ઉઠી છે. શાળા કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને રથયાત્રાના આગમન સમયે યોજાનાર કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત બેલા, ચાચરિયા, ટીંબલા,…

Read More

બોટાદ જિલ્લામાં વોલીબોલ એકેડમીમાં પ્રવેશ માટે હાઈટ-હન્ટ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ   સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમી તેમજ ડી.એલ.એસ.એસ. માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટે નવા ખેલાડીઓને પ્રવેશ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં અસાધારણ ઊંચાઈ ધરાવતાં ભાઈઓ-બહેનો માટે વોલીબોલ રમતની એકેડમી અને ડી.એલ.એસ.એસ.માં જોડાવા હાઈટ-હન્ટ યોજાશે. જેમાં નીચે જણાવેલ વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનારા ભાઇઓ-બહેનોએ તા- ૧૪/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પોતાનું ઓરીજનલ આધાર કાર્ડ તથા જન્મ તારીખના દાખલા સાથે શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, હડદડ રોડ, બોટાદ ખાતે હાજર રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બોટાદની…

Read More

બોટાદ પ્રાંત અધિકારીની ટીમે જિલ્લા પોલીસના સહયોગથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૬ વાહનો ઝડપ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા કલેકટર બી.એ.શાહના આદેશ અનુસાર જિલ્લામાં ખનિજના વહનની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે બોટાદના સમઢીયાળા નં.૧ ગામે પુર્વ મંજુરી સિવાય ૧૫ થી ૨૦ ટ્રેકટર ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતાં હોવાની બાતમી મળતાં પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણીની ટીમ તેમજ જિલ્લા પોલીસ ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ કરતાં ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતાં ૩ ટ્રેકટર ઝડપી પાડવામાં આવ્યાં હતા ઉપરાંત ૨ ટ્રેકટર તથા ૧ જે.સી.બી. બિનવારસી મળી આવ્યા હતા. ઘટના સ્થળેથી અંદાજીત રૂા.૨૫ લાખની કિંમતના ૫ ટ્રેકટર તથા…

Read More

જિલ્લાના યુવાધનને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા નિઃશુલ્ક તાલીમ વર્ગોનો શુભારંભ કરતી બોટાદ જિલ્લા પોલીસ

હિન્દ ન્યુઝ, બોટાદ સરકાર દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જિલ્લાના યુવાધનને પરીક્ષામાં સફળ થવા સચોટ અને સંપુર્ણ માર્ગદર્શન મળે તેમજ તેઓ સફળતાના શિખરો સર કરે, તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ‘સુરક્ષાસેતુ સોસાયટી’ અંતર્ગત જિલ્લાના યુવાધન માટે નિ:શુલ્ક તાલીમ વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના યુવાધનને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શિત કરવાના શિક્ષણાભિમુખ અભિગમ થકી, રાજકોટની TTC કેરીયર એકેડમીના સંચાલક અને સફળ ફેકલ્ટી તથા સ્પીપા રેન્ક૨ અને ૪૦ થી વધુ સ૨કારી પરીક્ષાઓ પાસ કરનારા શ્રી મનીષભાઈ ગઢવીનો સંપર્ક કરી, તેઓની મદદથી જિલ્લાના યુવાધનને સ્પર્ધાત્મક પરીક્ષાઓ…

Read More

તા.૧૨ જુલાઇના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શિવશક્તિ બાયો ટેકનોલોજી લિમિટેડ- અમદાવાદ ખાતેના એકમ માટે સેલ્સમેનની જગ્યા માટે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર રાજયના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શિવશક્તિ બાયો ટેકનોલોજી લિમિટેડ- અમદાવાદ ખાતેના એકમ માટે સેલ્સમેનની જગ્યા માટે ૧૯ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધો-૧૦ પાસ લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગાર ઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૧૩/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી…

Read More

બોટાદના ગઢડીયા ગામે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રા હિન્દ ન્યુઝ, બોટાદ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ તા. ૫ મી જુલાઈથી બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે આજે છઠ્ઠા દિવસે બોટાદના ગઢડીયા ગામે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ આવી પહોચતા ગઢડીયા ગામની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે ગ્રામજનોને સરકારની જન કલ્યાણકારી યોજનાઓથી માહીતગાર કરાયાં હતાં. આ વેળાએ બોટાદના ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એમ. એન. માંઝરીયા,…

Read More

ભાવનગર જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશ

હિન્દ ન્યુઝ, ભાવનગર ચોમાસાની ઋતુ એટલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને ફુલવા- ફાલવાની ઋતુ..આ ઋતુમાં રોગચાળાને વધવા માટેનું મોકડું મેદાન મળી જતું હોય છે. આવો રોગચાળો વધતો અટકે તે માટે ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ ઝુંબેશના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કોકીલાબેન સોલંકી તથા જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચાના માર્ગદર્શન હેઠળ તા.૧૧ જુલાઈ થી ૨૦ જુલાઈ સુધી રોગચાળાને ફેલાતો અટકાવવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ચોમાસા દરમિયાન ગામડાઓમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બાંધકામ વિસ્તારમાં, બાગ બગીચામાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે.…

Read More

વૃક્ષારોપણ દ્વારા લોક ઉપયોગી પર્યાવરણ અને પશુ-પક્ષીની રક્ષા દ્વારા પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય

હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રકૃતિને હરી ભરી રાખવાં અને પશુ પંખીઓને કિલ્લોલ કરતાં રાખવાં માટે પ્રકૃતિનું જતન અને સંવર્ધન જરૂરી છે. પ્રકૃતિના આધારે જ સમગ્ર પૃથ્વી ફુલી-ફાલી છે અને પ્રકૃતિના ખોળે જ તે  પાંગરે છે ત્યારે પર્યાવરણનું રક્ષણ સાથે તેનું સંવર્ધન થાય તે આપણી નૈતિક જવાબદારી છે. આવા જ સામાજિક દાયિત્વના ભાગરૂપે ભાવનગરની જાણીતી સેવાભાવી સંસ્થા નિજાનંદ પરિવાર દ્વારા  સિહોર તાલુકાના ભાણગઢ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા ભાણગઢ ગામમાં શિક્ષણ, પર્યાવરણની, આરોગ્ય, જનજાગૃતિ, પોષણ એમ બહુ આયામી ક્ષેત્રે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થા દ્વારા…

Read More

પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, લોકભારતી, સણોસરા ખાતે સૌરાષ્ટ્રના જિલ્લાઓના તલાટી કમ મંત્રીઓ માટે તાલીમ વર્ગનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર તથા મોરબી જિલ્લાના મહિલા તલાટી મંત્રીઓ માટે લોકભારતી સણોસરા ખાતે તાલીમ વર્ગ ચાલી રહ્યો છે, જેમાં પંચાયતીરાજ વ્યવસ્થા સંદર્ભે વિવિધ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, લોકભારતી સણોસરા ખાતે ચાલી તાલીમ વર્ગમાં ઈશ્વરિયાના કાર્યકર્તા અને ગ્રામ વિકાસના તજજ્ઞશ્રી મૂકેશ પંડિતે જણાવ્યું કે, ગામડાના વિકાસ માટે સરપંચ સાથે તલાટી કમ મંત્રીનું સંકલન અનિવાર્ય છે. બંને વચ્ચે જો તાદાત્મ્ય હશે તો કોઈપણ કામ સરળતાથી થઈ શકશે. લોકશાહીમાં ખાસ કરીને ભારતીય વ્યવસ્થામાં ગામડું એ પ્રથમ પગથિયું છે ત્યારે આપણા દેશને સશક્ત બનાવવા અને લોકશાહીને…

Read More