બોટાદ જીલ્લાના ખેડુતોને આઇ-ખેડુત પોર્ટલ દ્રારા બાગાયતી યોજનાઓનો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૨-૨૩ માટેની વિવિધ યોજનાઓ જેવી કે કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે સહાય, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવરની યોજના, રક્ષિત ખેતી માટેની યોજનાઓ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટેની સહાય યોજના વગેરે યોજનાઓ માટે ખેડુતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. તો લાભ લેવા ઇચ્છતા ખેડુતભાઇઓએ આઇ-ખેડુત પોર્ટલ (www.lkhedut.gujarat.gov.in)માં મોબાઇલ, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી કર્યા બાદ…

Read More

ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર રાજ્યના ટેક્ષટાઈલ્સ ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી – લાઠીદડ ખાતેના એકમ માટે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ, સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડિયા પ્રા.લી, લાઠીદડ ખાતે તા.૧૫/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતીમેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી…

Read More

સણોસરાને સુંદર અને સ્વચ્છ બનાવવાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમની ગ્રાન્ટમાંથી ડસ્ટબીન આપશે

હિન્દ ન્યુઝ, ભાવનગર વંદે ગુજરાત યાત્રાને સણોસરા ખાતે ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. વરસાદના અમી છાંટડાં વચ્ચે આ યાત્રા ભાવનગરના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે. તે અંતર્ગત આ યાત્રા આજે સણોસરા ખાતે આવી પહોંચી હતી. જ્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦ વર્ષમાં જે વિકાસ કર્યો તે અદભૂત છે.રાજ્ય સરકાર પણ તેમાં ખભેખભો મીલાવીને કાર્ય કરી રહ્યું છે. ઘણું કાર્ય કર્યું છે અને ઘણાં કાર્ય કરવાના બાકી છે. આ ગામના લોકોએ સરકારની યોજનાના ઘણાં…

Read More

વર્ષાઋતુને પગલે ધારીનો ખોડિયાર જળાશય ૮૦ ટકા ભરાયો, અમરેલી અને ભાવનગર જિલ્લાના ૪૬ ગામોને સતર્ક રહેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા ગુરૂવારે સાંજે ૫.૦૦ વાગ્યાની સ્થિતિએ જળાશય ૮૦.૪૨ ટકા ભરાઈ ગયો છે. જળાશયમાં પાણીની સતત આવક થતાં ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં મામલતદાર ડીઝાસ્ટર અમરેલી દ્વારા અમરેલી અને ભાવનગર જિલ્લાના ૪૬ ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે…

Read More

પાલીતાણા તાલુકાની ખારો નદી ઉપર આવેલ ચૌંડા નાની સિંચાઇ યોજના વધી રહેલ પાણીના સ્તરને લઇ હેઠવાસના ગામોને સતર્ક રહેવાં તાકીદ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગામ પાસેની ખારો નદી ઉપર આવેલ ચૌંડા નાની સિંચાઇ યોજનામાં તેની ડિઝાઇન સ્ટોરેજના ૭૦ ટકા પાણીનો સંગ્રહ થયેલ છે. જળાશયમાં પાણીની આવક ચાલુ છે. તેથી ચૌંડા જળાશયની હેઠવાસમાં આવેલ પાંચપીપળા, રાણપરડા (ખારા), માળીયા, જાળીયા, વડીયા અને હડમતીયા(મા) ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે. અત્યારે જળાશયમાં પાણીનું હાલનું સ્તર ૨૯૬.૯૦ મીટર છે અને ૫૬૮ ક્યસેક ઇનફ્લો છે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત…

Read More

ભાવનગર જિલ્લામાં તા. ૧૫ નાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સાબદુ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ૧૫ જુલાઇના ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ૧૫ જૂલાઈનાં રોજ ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવેલ છે જેના કારણે જિલ્લામાં આવેલ ડેમો, નદી, નાળાઓ તેમજ તળાવો વિગેરે ઓવરફલો થવાની શકયતાઓ રહેલ છે ભાવનગર જિલ્લામાં તા. ૧૪ જૂલાઈનાં રોજ ઓરેન્જ એલર્ટ હતું જેનાથી અમુક તાલુકાઓમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તા. ૧૫ નાં રોજ રેડ એલર્ટની ચેતવણી હોવાથી તંત્ર દ્વારા દરેક વિભાગોના વડાને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો…

Read More

એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા મહુવા અને તળાજાના નીચાણવાળા વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, ભાવનગર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદની શક્યતાના પગલે એન.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંતર્ગત ભાવનગર ખાતે મૂકવામાં આવેલી એન.ડી.આર.એફ.ની ટીમે આજે મહુવા અને તળાજા તાલુકાના નીચાણ વાળા વિસ્તારોમાં સંભવિત વધુ વરસાદ પડે તો તકેદારીના ભાગ રૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, એન.ડી.આર.એફ.ની ટીમ ભાવનગર આવી પહોંચી છે અને સંભવિત ભારે વરસાદ ની આગાહીને અનુસંધાને સ્ટેન્ડ ટુ છે ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાય એ હેતુ થી કતપર, બોરડી, જાગધાર અને સરતાનપર ગામોની મુલાકાત લઈને ગામ લોકોને ઘરેલુ વસ્તુની ઉપયોગીતાથી પુરની પરિસ્થિતિમાં બચવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં…

Read More