હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જીલ્લામાં રોડની સાઈડમાં ઊભા રહી ફળ, શાકભાજી કે ફૂલ પાકોનું તથા નાશવંત કૃષિ પેદાશોનું વેચાણ કરતા લારી ધારક ફેરિયાઓને/વેચાણકારોને નાણાકીય વર્ષ : ૨૦૨૨-૨૩ દરમિયાન બાગાયત ખાતા દ્વારા વિનામૂલ્યે છત્રી વિતરણ કરવામાં આવશે. આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માગતા ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in મારફતે તા.૧૬/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. આ અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, આધારકાર્ડની ઝેરોક્ષ, રેશનકાર્ડની ઝેરોક્ષ તથા સંબંધીત ગ્રામસેવક/ તલાટી/ ગુજરાત…
Read MoreDay: July 4, 2022
તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવાં માટે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ સીટી મામલતદાર કચેરી ખાતે યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજય સરકારના આદેશ અનુસાર તા. ૨૭/૦૭/૨૦૨૨ ને બુધવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. સામે, ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવાં માટે નાયબ કલેકટર, ભાવનગરના અધ્યક્ષ સ્થાને યોજાશે. ભાવનગર શહેરના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસેથી તા. ૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવાં માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટી મામલતદાર, ભાવનગરને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ગત…
Read Moreસખી મેળામાં માત્ર ઓનલાઇન પેમેન્ટ લઇને ડિજિટલ ઇન્ડિયાનું વડાપ્રધાનનું સ્વપ્ન વાસ્તવમાં સાકાર કરતાં ભાવનગરના પુષ્પાબેન ગોહિલ
હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગર ખાતે વિવિધ ડિજિટલ એપ અને સેવાઓનું લોકાર્પણ કરીને ‘ડિજિટલ ઇન્ડિયા વીક’ નો શુભારંભ કરાવીને ભારતને ડિજિટલ ઇકોનોમી તરફ અગ્રેસર થવાં દિશા આપી છે. તેવાં સમયે ભાવનગરમાં ચાલી રહેલાં વંદે ગુજરાત પ્રદર્શનમાં તળાજાના સખીમંડળના સભ્ય એવાં પુષ્પાબેન ગોહિલ માત્ર ડિજિટલ પેમેન્ટ લઇને વડાપ્રધાનનું ડિજિટલ ગુજરાતનું સ્વપ્ન વાસ્તવમાં સાકાર કરી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦ વર્ષમાં કરવામાં આવેલી કામગીરીને લઇને દરેક જિલ્લામાં વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ચણીયાચોળીનો સ્ટોલ ધરાવતાં પુષ્પાબેન પ્રદિપસિંહ ગોહિલ માત્ર ડિજિટલ પેમેન્ટ…
Read Moreપાલિતાણાની જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળાની સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા તાલુકાના હસ્તગીરી જૈન તીર્થમાં કુદરતી સાનિધ્યમાં આવેલ જાળીયા અમરાજી કેન્દ્રવર્તી શાળાના સ્થાપના દિવસની ઉજવણી શિક્ષકો અને આચાર્ય દ્વારા અલગ રીતે કરવામાં આવી હતી. જેમાં આચાર્ય યુનુસખાન બલોચ અને શિક્ષક સ્ટાફ દ્વારા શાળાના ૭૨ વર્ષ પૂર્ણ થતાં શાળાના કમ્પાઉન્ડમાં ૭૨ પીપળાના વૃક્ષ વાવીને કરવામાં આવી હતી. આ પીપળાના વૃક્ષને ઓક્સિજન પ્લાન્ટ નામ આપી ઉછેરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે પીપળો એવું વૃક્ષ છે જે સૌથી વધુ ઓક્સિજન આપવાનું કાર્ય કરે છે. સાથો સાથ શાળામાં શાળાના બાળકોના ઘરે કુલ ૭૨૦ વૃક્ષો આ વર્ષે વાવવાનું શાળા સ્ટાફ દ્વારા…
Read Moreઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭ જુલાઇના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો જુલાઇ-૨૦૨૨ નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૦૭/૨૦૨૨ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), ભાવનગરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજૂઆત અંગેની અરજીઓ બે નકલોમાં તા.૧૯/૦૭/૨૦૨૨ સુધી રજાના દિવસો સિવાય તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે. અરજદારે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજૂઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામૂહિક રજૂઆતો કરી શકાશે નહીં…
Read Moreનેસવડ ગામની સખી મંડળની બહેનો ગૃહ ઉદ્યોગની વસ્તુઓ બનાવીને ૫ગભર બની અન્યોને પણ પ્રેરણા આપી રહી છે
હિન્દ ન્યુઝ, ભાવનગર હાલ વિશ્વના ગમે તે ખૂણે જઇએ ત્યાં એક ગુજરાતી પરિવાર તો મળી જ જાય. એટલે જ અરદેશર ખબરદારે કદાચ લખ્યું છે કે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત’…. ગુજરાતી લોકો ખાવાનાં ખૂબ શોખીન છે. ખાખરા, ખમણ, ઢોકળા, હાંડવાં જેવી અનેક વાનગીઓ તેમને હૈયે વસે છે. આ નવીનતમ આઇટમોને ગુજરાત થી લઇ સમગ્ર વિશ્વમાં ગુજરાતે પ્રચલિત કરી છે. ગુજરાતી લોકોની ટેસ્ટની સવારી સવારે ચા સાથે ખાખરાથી શરૂ કરી રાત્રીનાં ભોજનમાં અથાણા સુધી ફેલાયેલી છે. આથી જ ગુજરાતમાં અનેક જગ્યાએ આવી વાનગીઓ બનાવવા માટે નાના-મોટા…
Read Moreવય મર્યાદા વિદાય સમારંભ યોજાયો
હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર પાણી પુરવઠા ખાતે ફરજ બજાવતા ભીમજીભાઇ વાઘેલા રાધનપુર પાણી પુરવઠા ખાતે રાધનપુર માં સર્વયર તરીકે ફરજ બજાવતા રાધનપુર વિસ્તારમાં લોકોના દિલ જીતી લેનાર ભીમજીભાઇ વાઘેલા ના વય મર્યાદા નિવુત સમારંભ રાધનપુર શિશુ મંદિર ખાતે યોજાયો જેમાં ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની ઉપસ્થિતિ માં વિદાય સમારંભ યોજાયો જેમાં વિનોદભાઈ ગોકલાણી શૈલેષભાઈ ઠક્કર પ્રકાશ દક્ષિણી જીવણભાઈ આહીર આર.એસ.એસ. માંથી ચિતનભાઇ અને નવીનભાઈ પ્રજાપતિ, કે.સી.પટેલ, લવિગજી સોલંકી, વિનુભાઈ પટેલ, દશરથજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખ ડો.નવીનભાઈ ઠક્કર, પ્રવિણભાઇ મહાલક્ષ્મી સહિત ના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વય મર્યાદા વિદાય સમારંભ…
Read Moreછેલ્લા ૨૦ વર્ષમાં વિકાસના સીમાડાઓને આંબતું અમરેલીનું પ્રગતિશીલ ગામ દેવરાજીયા
હિન્દ ન્યુઝ, અમરેલી જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આગમન થવાનું છે ત્યારે દેવરાજીયાની વિકાસ યાત્રા સૌને પ્રેરણા આપનારી ભૂગર્ભ ગટર, સીસીટીવી, આર.ઓ વોટર, અત્યાધુનિક રસ્તાઓ સાથે દેવરાજીયા બન્યું ‘સ્માર્ટ વિલેજ’ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા ‘‘વંદે ગુજરાત’’ વિકાસયાત્રાનું તા.૫ થી તા.૧૯ જુલાઇ સુધી રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામલક્ષી વિકાસને વેગ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. “વંદે ગુજરાત – ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ” અંતર્ગત તાલુકા મથકો પર પ્રદર્શન તથા મેળાઓ યોજાશે. સ્વ…
Read Moreસત સેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટ ઉર્ફે “ગાંડાની મોજ” આશ્રમમાં વધુ એક હોલની સુવિધા
હિન્દ ન્યુઝ, રાજકોટ મનોદિવ્યાંગોએ હાજર રહી કરેલી પ્રાર્થના જ્યારે આપણી આસપાસ કોઈ માનસિક વિકલાંગ જોવા મળે છે તો તેની આજુબાજુથી આવા શબ્દો પણ સાંભળવા મળે છે કે, ‘આ પાગલને કોણ સાચવે’. સમાજમાં માનસિક વિકલાંગ વ્યક્તિની હાલત પણ વાસ્તવમાં દયનીય જ છે. તેઓ સન્માનભેર રહી શકે, સુરક્ષાનો ભાવ મહેસુસ કરી શકે તેવો સમાજ નિર્માણ કરવામાં આપણે ક્યાંક ચૂકી ગયાનો અહેસાસ થાય પરંતુ કેટલીક એવી સંસ્થાઓ છે, જે આજેય તંદુરસ્ત સમાજ નિર્માણ કરવાની દિશામાં ડગ ભરતી રહે છે. આ સંસ્થાઓ માનસિક વિકલાંગને ‘પાગલ’ નહીં પરંતુ મનોદિવ્યાંગ…
Read Moreઅષાઢી બીજના પાવન પ્રસંગે સર્વ જન હિતાય સર્વ જન સુખાયની કામના કરતા મંત્રી અરવિંદભાઈ રૈયાણી
હિન્દ ન્યુઝ, રાજકોટ અષાઢી બીજનાં રૂડા પાવન પ્રસંગે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ગોંડલ તાલુકાના કુંભાજી દેરડી સ્થિત રાજબાઈ માતાજી તથા રૈયાદાદાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચન અને દર્શન કરી સારા વરસાદ અને નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ સાથે સર્વ જન હિતાય સર્વ જન સુખાયની કામના સાથે પ્રાર્થના કરી હતી. અષાઢી બીજ નિમિત્તે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત સર્વે પરિવારજનો દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ દર્શન કરી ઉપસ્થિત પરિવારજનો સાથે વાર્તાલાપ કર્યા બાદ સામૂહિક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
Read More