ચોટીલામાં ૩૦૦ કલમી કેસર આંબા અને અન્ય રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું, લોકો એ મન મુકીને ખરીદ્યા

હિન્દ ન્યુઝ, ચોટીલા નવરંગ નેચર કલબ રાજકોટ અને રામ-રહીમ ફાઉન્ડેશન ચોટીલા ના સંયુક્ત ઉપક્રમે ચોટીલામાં ચોમાસાની ૠતુને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળા નંબર-૨ ખાતે કેસર કલમી આંબા, કાલીપતિ ચીકુ તેમજ અન્ય ફળાઉ તથા છાંયો આપે તેવા રોપાઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ વધે આજના મોંઘવારી ના સમયમાં લોકોને સસ્તા રોપા મળી રહે તેવા હેતુથી આંકોલવાડી નજીક આવેલા આંબાના બગીચા માંથી કલમી રોપા લાવી ફક્ત ૧૦૦ રૂપિયામાં વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી ચાલેલા વિતરણ માં ચોટીલાના પર્યાવરણ પ્રેમીઓએ ભારે ઉત્સાહથી રોપાની ખરીદી…

Read More

દિયોદર માં આજે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દિયોદર           બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માં આજે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો દિયોદર તાલુકા ના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો વિવિધ બેનરો સાથે ગાય ને લઈ મામલતદાર કચેરી આવી પોહચ્યા હતા અને સરકારે વર્ષ 20022 /23 ના બજેટ માં ગૌમાતા પોષણ યોજના બનાવી જેના માટે રૂપિયા 500 કરોડ ની જોગવાઈ કરવામાં આવી હતી જેને ચાર માસ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી આ યોજના ના આર્થિક સહાય ગૌશાળા કે પાંજરાપોળ ને મળી નથી. સરકારે ગાયો ના નિભાવ માટે 500…

Read More

જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદના કાનિયાડ ગામની પ્રાથમિક શાળા ખાતે ‘રાત્રિસભા’ યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ આ ‘રાત્રિસભા’ દરમિયાન કાનિયાડ ગામના ગ્રામજનોએ પેટ્રોલ પંપથી સ્મશાનગૃહ સુધી સુવિધાપંથ અંતર્ગત કાનિયાડ ગામની મેઇન બજારમાં સી.સી. રોડ મંજૂર કરાવી આપવા, કાનીયાડ ગામની મોટા ભાગની વસ્તી વાડી વિસ્તારમાં રહેતી હોવાથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સગવડતા માટે વધુ એક નવી બસનો રૂટ વધારવા, વિધવા સહાયના ફોર્મ ભરાય તે માટે તાત્કાલિક કેમ્પ ગોઠવવા, જૂની પ્રાથમિક શાળાની અપસેટ પ્રાઇઝ ઓછી કરાવી આપવા જેથી તેના કાટમાળની હરાજી થઇ શકે તેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા સ્થળ પર જ…

Read More

બોટાદમાં જિલ્લાકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે: યુવાનોમાં કલા પ્રત્યે રૂચિ બહાર લાવવા અને તેમના સ્વપ્નોને સાકાર કરવાના ઉદેશ્યથી આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના ઉપક્રમે બોટાદ જિલ્લાના યુવાનોમાં કલા પ્રત્યે રૂચિ બહાર લાવવા અને તેમના સ્વપ્નોને સાકાર કરવાના ઉદેશ્ય સાથે જિલ્લાકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત કચેરી, બોટાદ તથા શ્રી કે.ડી.પરમાર વિદ્યાલય- કિનારાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે. આ યુવા ઉત્સવ સ્પર્ધામાં અભ્યાસ કરતા કે ન કરતા ૧૫થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. જેમા અ વિભાગ, બ વિભાગ અને ખુલ્લા વિભાગ મળીને જુદી-જુદી વકતૃત્વ સ્પર્ધા (ગુજરાતી અને હિન્દી), નિબંધ સ્પર્ધા,પાદપૂર્તિ,ગજલ-શાયરી લેખન,કાવ્ય સહિતની સ્પર્ધાઓનું…

Read More

બાળકોની સુરક્ષા અને સલામતી સુદ્રઢ કરતી બોટાદ જિલ્લા પોલીસની ‘SHE TEAM’

હિન્દ ન્યુઝ, બોટાદ  બોટાદ જિલ્લા પોલીસની SHE TEAM દ્વારા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ‘ગુડ ટચ અને બેડ ટચ’, સાયબર ક્રાઈમ તેમજ સોશિયલ મીડિયા અંગે જાગૃત કરવા સંવેદના અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારશ્રી મહિલા અને બાળકોની સુરક્ષા અને સલામતી માટે હરહંમેશ કટીબદ્ધ છે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના દરેક જિલ્લામાં SHE TEAMની રચના કરવામાં આવી છે. બોટાદ જિલ્લા પોલીસની SHE TEAM દ્વારા આ અભિયાન અંતર્ગત આજદિન સુધીમાં અંદાજે 300 જેટલી શાળાઓના 75,000થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી…

Read More

બોટાદના યુવાનો માટે સરકારી/બિન સરકારી સંસ્થાઓ દ્વારા લેવાતી પરીક્ષાઓના ઈન્ટરવ્યુ માટે માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન

બોટાદ રાજ્યના યુવક-યુવતીઓ આત્મવિશ્વાસ સાથે સરકારી/બિન સરકારી સંસ્થાઓ દ્રારા લેવામાં આવતી પરીક્ષા માટેના ઈન્ટરવ્યુ આપી શકે તે હેતુથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું આયોજન ઓગષ્ટ મહિનામાં હાથ ધરવામાં આવશે. રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટના ઉપક્રમે આ શિબિરનું આયોજન થશે. જેમા ભાગ લેવા માંગતા ૨૦થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ નીચે જણાવેલ વિગતો સાથે સ્વહસ્તલિખિત અરજી તા.૩૧ જુલાઈ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટને મોકલી આપવાની રહેશે.…

Read More

જરૂરિયાત મંદ અને પાત્રતા ધરાવતા કોઈ લાભાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય તેની સવિશેષ કાળજી સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે : જિલ્લા કલેકટર બી. એ. શાહ

વંદે ગુજરાત વિકાસ યાત્રા હિન્દ ન્યુઝ, બોટાદ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે તા.૫ મી જુલાઇ, ૨૦૨૨ થી પ્રારંભાયેલો “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ ગઈકાલે અંતિમ દિને બોટાદના કાનિયાડ ગામની પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું હર્ષભેર સ્વાગત કરાયું હતું. જિલ્લા કલેકટરશ્રી બી. એ. શાહની અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા ની પ્રેરક ઉપસ્થિતિમાં કાનીયાડ ગામે વંદે ‘ગુજરાત વિકાસ યાત્રા’ નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર બી.એ.શાહે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું…

Read More