હિન્દ ન્યુઝ, ભુજ ઓગસ્ટદરમિયાન કેન્દ્રના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સ્વતંત્રતા સપ્તાહ યોજવામાં આવશે જે હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રીય વ્યાપી ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે જે અન્વયે આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રવીણા ડીકે ના અધ્યક્ષ સ્થાને સંબંધિત તંત્ર સાથે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે કચ્છમાં કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબતે રૂપરેખા સાથે સંબંધિત અધિકારી ઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્યક્રમનો હેતુ જણાવતા કહ્યું હતું કે ,લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે .આ કાર્યક્રમ અંતર્ગત…
Read MoreDay: July 18, 2022
એસ.એસ.સી., એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ) તેમજ એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ)ની પુરક પરીક્ષાના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી. જે. પટેલ
હિન્દ ન્યુઝ, ભાવનગર એસ.એસ.સી., એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ) તેમજ એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ)ના પુરક પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૨/૦૭/૨૦૨૨ સુધી લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય ૧૦ કલાક થી ૧૮-૧૫ કલાક સુધી રહેશે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી. જે. પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.…
Read Moreભાલ વિસ્તારના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસ
હિન્દ ન્યુઝ, ભાવનગર સ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની સી.એસ.આર. એક્ટિવિટી અંતર્ગત ઘોઘાના ભાલ વિસ્તારના ભૂંભલી ગામમાં કુમાર અને કન્યાશાળાના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ યોજાઈ હતી. ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે યોજાયેલ આરોગ્ય શિબિરમાં ડો. અરવિંદભાઈ ત્રિવેદીએ ડોક્ટર તરીકે તેમજ રેખાબહેન ભટ્ટે બાળકોનાં લોહીમાં હિમોગ્લોબીન તપાસ અને અંકિતાબહેન ભટ્ટે કૅરેટોમીટરથી આંખની તપાસ કર્યા બાદ ચશ્માનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાઓને બાળ પુસ્તકાલય ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન ઘોઘા તાલુકાના ભાલ વિસ્તારના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસના…
Read Moreશેત્રુંજી નદી ઉપર આવેલ ખોડિયાર સિંચાઇ યોજનામાંથી પાણી છોડવામાં આવતાં ગારીયાધાર અને પાલીતાણાના હેઠવાસના ગામોને સતર્ક રહેવાં તાકીદ
હિન્દ ન્યુઝ, ભાવનગર શેત્રુંજી નદી ઉપર આવેલ ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણી પૂર્ણ સપાટીએ ભરાતાં રૂલ લેવલ જાળવવાં એક દરવાજો ૦.૨૪૫ મીટર ખોલવામાં આવ્યો છે. ખોડિયાર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં હેઠવાસના ગામોને સતર્ક રહેવાં તાકીદ કરવામાં આવી છે. અત્યારે ૬૪૫ ક્યુસેક્સ પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે. આથી ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાના સરંભડા, ગુજરડા, જુના, મનાજી, રાણીગામઘ સતાપરા, ઠાંસા અને પાલીતાણાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળીયા (મનાજી), જીવાપુર, રાણપરડા અને રોહિશાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્થળે ખસી…
Read Moreઆજે ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનું પ્રથમ પેપર: બોટાદ જિલ્લામાં ધોરણ 10ના 1455 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના કુલ 8 વિદ્યાર્થીઓ પુરક પરીક્ષામાં હાજર રહ્યા
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)પુરક પરીક્ષા જુલાઈ-2022ના આજે પ્રથમ દિવસે બોટાદ જિલ્લામાં કુલ 1654 વિદ્યાર્થીઓમાંથી 1455 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને 199 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં કુલ 9 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. ધોરણ 10ની પરીક્ષા કુલ 6 પરીક્ષા બિલ્ડીંગમાં અને ધોરણ 12ની પરીક્ષા 1 બિલ્ડીંગમાં લેવાઈ હતી.
Read Moreબોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા માહિતી કચેરીની અભિનવ “પહેલ”
હિન્દ ન્યુઝ, બોટાદ કહેવાય છે કે પુસ્તકોનું મુલ્ય રત્નો કરતાં પણ વધુ અમુલ્ય છે. રત્નો તો બાહ્ય ચમક-દમક આપે છે જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે. કારકિર્દીલક્ષી પુસ્તકો… એક એવો અમૂલ્ય ખજાનો જેની કીંમત માત્ર પોતાના ભવિષ્યને ઉજળું બનાવવા ઇચ્છતા યુવાનો જ જાણી શકે. તેમાપણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને એક જ સ્થળ પર જરૂરી તમામ પુસ્તકો મળી જાય તો પરીક્ષાલક્ષી તૈયારી સરળ બની જાય છે. આ જ હેતુથી બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા માહિતી કચેરી સંયુક્તપણે આ પુસ્તકાલય રૂપે એક નવી “પહેલ” શરૂ કરવા જઇ રહ્યાં છે.…
Read Moreબોટાદ જિલ્લામાં ૧૮ વર્ષથી વધુની વયના ૪૩૩૦ લોકોએ પ્રિકોશન ડોઝનો લીધો લાભ
હિન્દ ન્યુઝ, બોટાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ દિવસ માટે ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને નિ: શુલ્ક પ્રિકોશન ડોઝ આપવાના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાના માર્ગદર્શન હેઠળ બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ વયથી વધુની વયના પાત્રતા ધરાવતા તમામ લોકોને પ્રિકોશન ડોઝ મળી રહે તે દિશાના જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં તા.૧૫ થી ૧૭ મી જુલાઇ, ૨૦૨૨ દરમિયાન જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટર સહિત વિવિધ કેન્દ્રો ખાતેથી ૧૮ વર્ષથી વધુ…
Read Moreસામૈયા સાથે ઉમંગભેર વંદે ગુજરાત વિકાસયાત્રાને આવકારતો ગઢડા તાલુકો
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યભરમાં ૨૦ વર્ષના વિકાસની પ્રતીતિ કરાવતી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો રથ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના શિયાનગરમાં પહોંચ્યો હતો. જ્યાં આગેવાનો અને ગ્રામવાસીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના શિયાનગરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આગેવાનો, અધિકારીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાળાઓએ સામૈયા કરીને રથનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…
Read Moreબોટાદ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા લોકોમાં આનંદની લાગણી, ખેડૂતો, પશુપાલકો અને અન્ય સ્થાનિકો ખુશખુશાલ
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યભરમાં ચોમાસાના વધામણાં થયા છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 220 મી.મી. વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદના કારણે ખેડૂતો, પશુપાલકો અને અન્ય સ્થાનિકો ખુશખુશાલ થયા છે. બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો ગઢડા તાલુકામાં સૌથી વધુ કુલ 250 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે બરવાળા તાલુકામાં કુલ 249 મી.મી.વરસાદ પડ્યો છે. રાણપુર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 208 મી.મી. વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે બોટાદ તાલુકામાં 172 મી.મી. વરસાદ પડ્યો…
Read Moreસલામતી સવારી એસ.ટી. બસ ના ડ્રાઇવર દારૂ પીધેલ ની હાલત માં હોય એમ મુસાફરો ના આક્ષેપ
હિન્દ ન્યુઝ, હારીજ રાપર થી સુરત જતી બસના ડ્રાઇવર દારૂ પીધેલી હાલત મા મળ્યું જાણવા રાધનપુર થી હારીજ વચ્ચે બેફામ બસ ગફ્લેત ભરી રીતે હંકાવી મુસાફરો ના જીવ જોખમ મા બસ ડ્રાઇવર હારીજ બસ ટોપ પર મુસાફરો ને મૂકીને થયો ફરાર મેડિકલ તકલીફ હોવાથી મુસાફરો મુકાયા મુસીબત મા ડ્રાઇવર બસ હંકાવી શકે તેવી હાલતમાં ન હોવાથી મુસાફરો હારીજ બસ સ્ટેન્ડમા ઉતરવા બન્યા મજબુર હારીજ ડેપો મેનેજર દ્વારા હારીજ ના ડ્રાઇવર ની વ્યવસ્થા કરી બસ મોડી રાત્રે સુરત રવાના કરાઈ રિપોર્ટર : જીગર દરજી, હારીજ
Read More