ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના; વિધવા મહિલાઓ માટે બની આશાનું કિરણ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું વર્ષ 2026-27નું બજેટ રૂ. 2847.82 કરોડ; આ યોજના હેઠળ વર્ષ 2025-26માં 17 લાખથી વધુ મહિલાઓને રૂ. 2600 કરોડથી વધુની આર્થિક સહાય મળી.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ મળતી માસિક સહાય મને ઘર-ખર્ચમાં મદદરૂપ થાય છે. હું આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ખૂબ-ખૂબ આભાર માનું છું : જૂનાગઢના લાભાર્થી સુશીલાબેન

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આશાનું કિરણ બની; આજે આ યોજના હેઠળ મળતી સહાય ઘર-ખર્ચમાં તો મદદરૂપ થાય છે, સાથે જ તે બાળકોનું શિક્ષણ પણ સુનિશ્ચિત કરે છે : સુરતના ઉધના સ્થિત રહેવાસી ઉષાબેન

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાય વધારીને રૂ. 1250 કરવામાં આવી.

Related posts

Leave a Comment