ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ મૃગેનભાઈ પુરોહિત દ્વાર જસદણ લાયબ્રેરીમા અભ્યાશ લક્ષી પુસ્તક અર્પણ

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ રાજગોર સમાજના ખૂબ આગેવાન અને જાણીતા એડવોકેટ બધા સમાજ જેને લાગણીથી મનથી યાદ કરે છે તેવા સ્વ. કરસનભાઈ પુરોહિતની યાદ માં તેમના પુત્ર અને જ્ઞાતિ પ્રેમી ગુજરાત હાઇકોર્ટના ખૂબ જ વિદ્વાન એડવોકેટ મૃગેનભાઈ પુરોહિત દ્વારા પોતાના પિતાને ગમતી પ્રવૃત્તિ એટલે વાંચન હતી તેથી તેમના પુત્ર દ્વાર બીજાને ઉપયોગી થવું તે ભાવથી જસદણ લાઇબ્રેરીમાં જસદણ તેમજ આજુબાજુના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટેના સંપૂર્ણ પુસ્તકો જસદણ લાઇબ્રેરીને ભેટ આપેલ અર્પણ કરેલ આ પુસ્તકો જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજના કાર્યકર અને જિલ્લા ભાજપ આગેવાન પંકજભાઈ ચાવ તેમજ જાણીતા…

Read More

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, અંકલેશ્વર અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાશ સાથે નીકળી હત., રથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઇ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાં ની વ્યવસ્થા કરાઈ હતી. હિન્દૂ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેર માં એકતા નો માહોલ જોવા મળીયો હતો. આ પ્રસંગે વસીમ ફડવાલા સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે શહેર અને દેશમાં એકતા નો માહોલ બની રહે અને આવનાર તહેવારો હિન્દૂ મુસ્લિમ લોકો સાથે હળીમળીને ઉજવણી કરે અને શાંતિ અને ભાઈચારો જળવાઈ…

Read More

ધ્રાંગધ્રા મુસ્લીમ સમાજ દ્વારા સ્વ. નગરપાલિકા ઉપ પ્રમુખ રફીકભાઈ ચૌહાણ સ્મરણ અર્થે રથયાત્રામાં સરબત પીવડાવી આપી શ્રદ્ધાંજલિ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા               માનવ સેવા એજ પ્રભુ સેવા ને ધ્યાન માં ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ આષાઢી બીજની ભવ્ય રથયાત્રામા જોડાયેલા તમામ રથયાત્રીઓને ઠંડા સરબત પીવડાવી માનવતા અને એકતા ના હેતુ સાથે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સુત્રને સાર્થક ની સાથે સ્વ . રફીકભાઈ ચૌહાણ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધ્રાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ રફિકભાઈ ચૌહાણ જેમનું તાજેતરમાં હદય રોગથી નિધન થતાં સમગ્ર ધ્રાંગધ્રા હિન્દુ મુસ્લિમ સમાજમા શોક સાથે હિબકે ચઢયું હતું આજે તેમની યાદમા અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા તેમના પરિવારજનો દ્વારા રથયાત્રાના…

Read More

રથયાત્રાના સમગ્ર રૂટ પર ૧૨૫ જેટલી ઇન્સ્ટન્ટ રંગોળીનું નિર્માણ કરતો શાહ પરિવાર

હિન્દ ન્યુઝ, ભાવનગર આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિવિધતાસભર તો છે જ હવે તે રંગબેરંગી પણ બની રહી છે. આ રથયાત્રામાં વિવિધ ફલોટ્સ તો આકર્ષણનું કેન્દ્ર બનેલાં છે જ પરંતુ તેની સાથે રૂટ પરથી રથ પસાર થાય ત્યાં આગળ તત્કાળ રંગોળી બનાવી મનોહર દ્શ્ય પણ ઉભું થઇ રહ્યું છે. રથયાત્રાના ૧૭.૫ કિલોમીટરના રૂટ પર ૨૫૦ કિલો ચિરોડીના ઉપયોગ થકી ૧૨૫ જેટલી ઇન્સ્ટન્ટ રંગોળી દોરવાની સેવા શહેરના શૈલેષભાઇ શાહ પરિવારના ૮ સભ્યો આપી રહ્યાં છે. શાહ પરિવારના સભ્ય શૈલેષભાઈ પોતે ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલાં છે અને દેશના…

Read More

ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં ૧૫૦ થી વધુ યુવાનો દ્વારા અખાડાના દાવ રજૂ કર્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાના દાવપેચનું અનેરુ આકર્ષણ હોય છે. સમાજનો ખાસ વર્ગ આ અખાડાના દાવપેચ જોવાનું ચૂકતા નથી. અખાડાના દાવ કરનારા બજરંગ દળ અખાડાના યુવાનો છેલ્લા ૩૦ દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા. લાઠી દાવ, ચક્ર, પટ્ટાબાજી, તલવાર બાજી, ટાઈગર જંપ, ભીષ્મપાર્ટ જેવા અનેક દાવો ત્રત્૩ વર્ષથી માંડી ૫૫ વર્ષ સુધીના વય જુથના સભ્યો અખાડાના દાવપેચ રજૂ કરી રહ્યા છે. ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં વર્ષ ૨૦૦૫ થી શરૂઆત કરવામાં આવી હતી. બજરંગ દળના અખાડાના ગ્રુપના ૧૫૦થી વધારે સભ્યો દ્વારા છેલ્લા ૩૦ દિવસથી અલગ-અલગ ૭ ટીમ બનાવી વિવિધ પ્રકારના…

Read More

વય નિવુત અભિવાદન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે કે.કે.સોલંકી સીટી લાઇન મેન રાધનપુર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ માં રાધનપુર માં વર્ષો સુધી ફરજ બજાવી લોકો નુ દિલ જીતી લેનાર હર હંમેશ લોકો ની ચિંતા કરી લોકો ને વિજ પહોચાડનાર તન તોડ મેહનત કરી સેવા બજાવનાર કરસનભાઈ કે સોલંકી નો ૨૨ વર્ષ ની ફરજ બજાવી વય મર્યાદા ના કારણે નિવૃત થતા તેમનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો. સાથે સાથે રાધનપુર જીઈબી કચેરી ખાતે ફરજ બજાવી બઢતી સાથે બદલી થતાં કુલદિપ ભાઇ ઠાકોર નુ સન્માન કરવામાં આવ્યું હતું જલારામ પાર્ટી પ્લોટ…

Read More

ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવતાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

હિન્દ ન્યુઝ  ભાવનગર ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા એવી ભાવનગરની ૩૭ મી રથયાત્રાને શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ તેમની સાથે ભાવનગરના નેક નામદાર મહારાજ વિજયરાજસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ‘મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે’, હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’ ના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૭.૫ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ સુભાષનગરના નીજ મંદિરેથી નિકળ્યાં હતાં. શહેરનાં ભાવિકભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગરજનોના…

Read More

ધાંગધ્રા આર્ય સમાજ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા ઈનર વ્હીલ ક્લબ ઓફ ધાંગધ્રા અને રોટરેકટ ક્લબ ઓફ ધાંગધ્રા ના સહયોગથી સ્વર્ગેસી ડોક્ટર શાંતિલાલ એસ ડાભી ની સ્મૃતિ સંદર્ભે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે દિન પ્રતિદિન જરૂરિયાત બ્લડની હોય છે તેને ધ્યાનમાં રાખી ને ધ્રાંગધ્રા શહેર ના મુખ્ય એન્જોયો રોટરી કલબ ધ્રાંગધ્રા દ્રારા રક્તદાન કેમ્પ નું જગનાથ યાત્રાધામ નિમતે બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન થયું રોટરી કલબ તેમજ રોટરેક તેમજ ઇન્વેલ કલબ ના હોદ્દેદારો એ રક્ત દાન કર્યું આ ત્રણેય…

Read More

નાગરિકો માટે વાહન વ્યવહાર ક્ષેત્રે ગુજરાતમાં ૮૦ ટકા સેવાઓ ઘરેબેઠાં ઓનલાઈન ઉપલબ્ધ કરાશે, રૂબરૂ મુલાકાતમાં ૫૦ ટકાનો ઘટાડો થશે

હિન્દ ન્યુઝ, બોટાદ ડિજિટલ ગુજરાત થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં આગવી પહેલ કરીને નાગરિકોને આરટીઓ કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને અન્ય પર નિર્ભર ન રહેવું પડે તે માટે વિવિધ ડિજિટલ સેવાઓ થકી પારદર્શી અને પેપરલેસ ગવર્નન્સનું ગુજરાતે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાહન વ્યવહાર કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ પૈકી અંદાજે ૮૦ ટકા સેવાઓ ઓનલાઈન ફેસલેસ પૂરી પાડવામાં આવશે. જેથી આરટીઓ કચેરી ખાતેની સેવાઓ માટે…

Read More