ભાવનગર જિલ્લામા તા.૧૪-૧૫ જુલાઇના ભારેથી અતિભારે વરસાદની આગાહી

હિન્દ ન્યુઝ,ભાવનગર ભારતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. ભાવનગર જિલ્લામા તા.૧૪ અને ૧૫ જુલાઇના ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં તા.૧૨ અને ૧૩જુલાઇના રોજ છૂટો છવાયો વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના સંદર્ભના વેધર ફોરકાસ્ટ બુલેટીન દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે જેમાં ભાવનગર જિલ્લા તા.૧૨ અને ૧૩જુલાઇના રોજ ઓરેન્જ એલર્ટ તેમજ તા.૧૪ અને ૧૫ જુલાઈનાં રોજ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવેલ છે જેના કારણે જિલ્લામાં આવેલ ડેમો , નદી…

Read More

પાલિતાણાનાં શેત્રુંજીડેમની મુલાકાત લેતા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા

હિન્દ ન્યુઝ, પાલિતાણા ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હોઈ વરસાદની આગાહી અનુસંધાને બચાવ રાહત વ્યસ્થાપનની કામગીરીની સમીક્ષા અર્થે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમની પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ મુલાકાત લીધી હતી. સૌરાષ્ટ્રમાં થયેલ વરસાદને લીધે શેત્રુંજી ડેમમાં પાણી ની આવક ચાલુ હોઈ જેના અનુસંધાને ડેમની ઊંડાઈ, ઓવરફ્લોની સ્થિતિ અને નીચાણવાળા વિસ્તારો અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત ડેમ વિસ્તારમાં લોકોની અવરજવર પર નિયંત્રણ સહીતની સૂચના મંત્રી કિરીટસિંહ રાણાએ આપી હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોને જાણ કરવા તેમજ પાણીની આવક વધુ હોય ત્યારે લોકોને સુરક્ષીત સ્થાને લઈ જઈને તેમના રહેવાની અને…

Read More

ભાવનગર જિલ્લામાં ચોમાસાની પરિસ્થિતિને અનુલક્ષીને પ્રભારી મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ક્ષતામાં ગરીયાધાર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યમાં ભારે વરસાદની આગાહી અનુસંધાને બચાવ રાહત વ્યસ્થાપનની કામગીરીની સમીક્ષા અર્થે ભાવનગર જિલ્લાના ગારિયાધારના તાલુકા સેવા સદન ખાતે પ્રભારી મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. જેના અનુસંધાને ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ પૂર બચાવ, કંટ્રોલ રૂમ, નદી તેમજ ડેમ વિસ્તારમાં લોકોની અવરજવર પર નિયંત્રણ સહીતની સૂચના આપી હતી. આ ઉપરાંત આવનારા સમયમાં જરૂર પડ્યે આસપાસના ગામોને સચેત કરવા તેમજ જરૂર પડ્યે લોકોને ભયભીત ન થવા અને સાવચેત રહેવા ખાસ અપીલ કરી હતી.રાશનની દુકાન અને આંગણવાડીઓમાં પર્યાપ્ત માત્રામાં રાશન જથ્થો પહોંચાડવા સૂચન કર્યું…

Read More

બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” અંતર્ગત આજે આઠમા દિવસે બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ આવી પહોચતા બોટાદનાં પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણી, જિલ્લાના અગ્રણી ભીખુભાઈ વાઘેલા સહિત બોટાદ શહેરીજનો દ્વારા રથનું હર્ષભેર સ્વાગત કરાયું હતું. બોટાદના પ્રાંત અધિકારી દિપકભાઈ સતાણીના અધ્યક્ષ સ્થાને બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે ‘વંદે વિકાસ યાત્રા’નો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના અગ્રણી ભીખુભાઈ વાઘેલાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય અને રાજ્ય સરકારની અનેકવિધ…

Read More

વરસાદ દરમિયાન કાચા, અજાણ્યા માર્ગો પર તેમજ નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ટાળવા જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ

બોટાદ  હાલ રાજ્યભરમાં વરસાદ થઈ રહ્યો છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બોટાદ જિલ્લાના નાગરીકો માટે ચોમાસાની ઋતુને અનુલક્ષીને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હાલ જિલ્લાવાસીઓએ વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું. જિલ્લાની સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલી તકે નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચી જવું વધુ હિતાવહ છે. સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી. અફવાઓથી દૂર રહેવું. આ ઉપરાંત નાગરીકોને અનુરોધ છે કે વરસાદ દરમિયાન કાચા, અજાણ્યા માર્ગો પર અવરજવર ટાળવી. નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર…

Read More

આઇ-ખેડુત પોર્ટલમાં મોબાઇલ, ગ્રામ પંચાયત કે સાઇબર કાફેમાંથી પણ ઓનલાઇન અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદજિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનુ કે ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે સરકારશ્રીના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે રૂ. ૩ લાખની સહાય, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવરની યોજના, રક્ષિત ખેતી માટેની યોજનાઓ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેંટની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટેની સહાય વગેરે યોજનાઓ માટે ખેડૂતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ હાલ ખુલ્લુ મુક્વામા આવ્યું છે. આ વિગત ધ્યાને લઇ લાભ લેવા માંગતા ખેડુતભાઇઓએ આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) માં મોબાઇલ,…

Read More

બોટાદ PGVCL વર્તળ કચેરી દ્વારા કોર્પોરેટ ઓફીસ ડ્રાઈવ યોજાઇ : જિલ્લાના ૨૦૬૦ વીજ કનેક્શનો પૈકી ૩૪૪ વીજ ચોરી કરતા વીજ ગ્રાહકોને અંદાજે રૂ.૯૦.૭૨ લાખનો વીજચોરીનો દંડ ફટકારાયો

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર આર.જી.ગોવાણીના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં તા.૪ થી ૮ મી જુલાઇ,૨૦૨૨ દરમિયાન કોર્પોરેટ ઓફીસ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં બોટાદ-૧/૨, બોટાદ ગ્રામ્ય, ગઢડા-૧, ગઢડા-૨ બરવાળા, પાળીયાદ, રાણપુર, ઢસાની સાથોસાથ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ તેમજ એસઆરપી અને વિડીયોગ્રાફરને સાથે રાખી ૧૩૭ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન ૨૦૬૦ વીજ કનેક્શનો પૈકી ૩૪૪ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડતા અંદાજે રૂ.૯૦.૭૨ લાખની વીજચોરીનો દંડ…

Read More

દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકોના પ્રશ્નો હલ કરવામાં ન આવતાં અલ્ટીમેટમ આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર સરકારની સુચના હોવા છતાં દીઓદર TPEO દ્વારા શિક્ષકોના CPF કપાતના નાણાં સમયસર જમા થતાં નથી, LIC કપાતના નાણાં નિયમિત રીતે LIC માં મોકલવામાં આવતાં નથી, ઉચ્ચતર પગારધોરણના પ્રશ્નો પેન્ડિંગ છે, શિક્ષકોને આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવતાં નથી, સેવાપોથીઓ અદ્યતન કરવામાં આવતી નથી તેમજ ડુપ્લીકેટ સેવાપોથી બનાવી આપવામાં આવતી નથી તેમજ શિક્ષકોના પુરવણી બિલ 6 માસથી ચૂકવાયા નથી – જેવા પ્રશ્નોને લઈને દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 ના આચાર્યએ TPEO ને અવારનવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન આવતાં પત્ર લખીને સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા અલ્ટીમેટ આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકા માં આ પ્રશ્ન નું નીવાકરણ આવી ગયું છે તો દિયોદર માં…

Read More

અમરેલીના રાજુલા નગરપાલિકાની આજે ફરીવાર ૧૦ મા પ્રમુખની ચુંટણી યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજુલા અમરેલીના રાજુલા નગરપાલિકાની આજે ફરીવાર ૧૦ મા પ્રમુખની ચુંટણી યોજાઈ રાજુલા શહેરની ગર્લ સ્કૂલમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા નવા પ્રમુખની ચુંટણી યોજાઈ હતી અને ૫ વર્ષની પાલીકાની ટર્મમાં ૧૦ મા પ્રમુખ બન્યા હતા અને રાજુલાના પુર્વ નગરપાલિકા પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા રાજીનામું આપતાં નવાં પ્રમુખપદની ચૂંટણી યોજવામાં આવી પાલીકાના કુલ ૨૮ સભ્યો માંથી ૨૭ સભ્યો હાજર રહ્યાં અને રમેશભાઈ કાતરીયાને સહકાર આપી પ્રમુખ બનાવ્યા હતા અને પાલીકાના નવા પ્રમુખ તરીકે રમેશભાઈ કાતરીયા બીન હરીફ વરણી થઈ હતી અને ચુટણીને ધ્યાનમાં રાખીને રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત…

Read More

ઘરેલુ ઝઘડાઓની અરજીમાં અંગત રસ લઈ સુખદ સમાધાન કરાવતી ગીર સોમનાથ મહિલા પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પરિવાર એટલે આનંદ-ઉલ્લાસ સભર કુટુંબીજનોનો સરવાળો. જોકે, ક્યારેક અંદરોઅંદરના અણબનાવ તેમજ ગેરસમજના કારણે પરિસ્થતિ એવી આવીને ઉભી રહી જાય છે. જેથી પરિવાર વિખાય જાય છે. આવું ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અંગત રસ લઈને અરજદારને સમજાવે છે અને આ રીતે મુશ્કેલીનો સુખદ ઉકેલ લાવી પરિવારનો માળો વિંખાતા અટકાવે છે. ગીર સોમનાથ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં મહિનાની એકંદરે ૨૫ અરજીઓ આવે છે. જેમાંથી સામાન્ય રીતે ૧૭ થી ૨૦ અરજીઓમાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા સુખદ સમાધાન લાવી આપવામાં આવે છે. જે દર્શાવે છે…

Read More