ઘરેલુ ઝઘડાઓની અરજીમાં અંગત રસ લઈ સુખદ સમાધાન કરાવતી ગીર સોમનાથ મહિલા પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

પરિવાર એટલે આનંદ-ઉલ્લાસ સભર કુટુંબીજનોનો સરવાળો. જોકે, ક્યારેક અંદરોઅંદરના અણબનાવ તેમજ ગેરસમજના કારણે પરિસ્થતિ એવી આવીને ઉભી રહી જાય છે. જેથી પરિવાર વિખાય જાય છે. આવું ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અંગત રસ લઈને અરજદારને સમજાવે છે અને આ રીતે મુશ્કેલીનો સુખદ ઉકેલ લાવી પરિવારનો માળો વિંખાતા અટકાવે છે.

ગીર સોમનાથ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં મહિનાની એકંદરે ૨૫ અરજીઓ આવે છે. જેમાંથી સામાન્ય રીતે ૧૭ થી ૨૦ અરજીઓમાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા સુખદ સમાધાન લાવી આપવામાં આવે છે. જે દર્શાવે છે કે પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર છે.

જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજાના માર્ગદર્શન તેમજ પીઆઈ અનસુયા વરચંદ તેમજ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી અંતર્ગત ગીર સોમનાથ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ દ્વારા પતિ-પત્નીના ઘરેલુ ઝઘડાઓમાં અંગત રસ લઈને તેમના પરિવારના સભ્યો તથા વડીલોની હાજરીમાં અરજદાર તથા સામેવાળાની એકબીજાની નાની-મોટી સમસ્યાઓનું નિરાકરણ કરી તેમના બાળકોના ભવિષ્ય વિશે સમજાવી સુખદ સમાધાન કરવામાં આવે છે

Related posts

Leave a Comment