અમરેલીના રાજુલા નગરપાલિકાની આજે ફરીવાર ૧૦ મા પ્રમુખની ચુંટણી યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજુલા

અમરેલીના રાજુલા નગરપાલિકાની આજે ફરીવાર ૧૦ મા પ્રમુખની ચુંટણી યોજાઈ

રાજુલા શહેરની ગર્લ સ્કૂલમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા નવા પ્રમુખની ચુંટણી યોજાઈ હતી

અને ૫ વર્ષની પાલીકાની ટર્મમાં ૧૦ મા પ્રમુખ બન્યા હતા

અને રાજુલાના પુર્વ નગરપાલિકા પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા રાજીનામું આપતાં નવાં પ્રમુખપદની ચૂંટણી યોજવામાં આવી

પાલીકાના કુલ ૨૮ સભ્યો માંથી ૨૭ સભ્યો હાજર રહ્યાં અને રમેશભાઈ કાતરીયાને સહકાર આપી પ્રમુખ બનાવ્યા હતા

અને પાલીકાના નવા પ્રમુખ તરીકે રમેશભાઈ કાતરીયા બીન હરીફ વરણી થઈ હતી

અને ચુટણીને ધ્યાનમાં રાખીને રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

પાલીકાના સભ્યો અને લોકોએ મોં મીઠું કરાવી તેમજ ફુલહાર પહેરાવી રમેશભાઈને અભીનંદન આપ્યા હતાં

રિપોર્ટર : રાહુલ સળખણા, રાજુલા

Related posts

Leave a Comment