ગીર સોમનાથમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું બેડિયા, મહોબતપરા, માલજિંજવા અને તાલાળામાં ઉલ્લાસપૂર્વક સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગુજરાતની ૨૦ વર્ષની વિકાસગાથા જન-જન સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે ગીર સોમનાથનાં બેડિયા તેમજ મહોબતપરામાં વિકાસ યાત્રાનું આગમન થતાં બાળાઓએ કુમકુમ તીલક કરી અને ગ્રામજનો દ્વારા ઉલ્લાસભેર રથને આવકારાયો હતો.

બેડિયા અને મહોબતપરા ઉપરાંત માલજિંજવા અને તાલાળામાં પણ ગ્રામજનોએ વિકાસયાત્રાનું દબદબાભેર સ્વાગત કર્યુ હતું. ઉપરોક્ત ગામોમાં સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત ઔષધિય છોડ આપીને કરવામાં આવ્યું હતું. જ્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનો સરકારની વિવિધ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

માલજિંજવા અને તાલાળામાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પા પા પગલી, વન નેશન વન રેશન તેમજ ખેતી વાડી યોજના અને ખેડૂતોને ખેત વીજ કનેકશનના પૂર્વ મંજૂરી પત્રો સહિત વિવિધ લાભ અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત ગ્રામજનોએ ગુજરાતના ૨૦ વર્ષના વિકાસ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી દર્શાવતી ફિલ્મ પણ નિહાળી હતી.

      વંદે ગુજરાત વિકાસયાત્રાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાના પંચાયતના સદસ્યઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં

Related posts

Leave a Comment