આવતીકાલ તા. ૧૭-૦૬-૨૦૨૩ના રોજ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, રામવન, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ બંધ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ 

           બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદની પરિસ્થિતિ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આવતીકાલ તા. ૧૭-૦૬-૨૦૨૩ના રોજ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયરામવનમહાત્મા ગાંધી મ્યુઝિયમ૯૨ પ્રાથમિક શાળાઓ અને ૩૬૪ આંગણવાડીઓ બંધ રહેશે તેમ, મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીરૂપે સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોનું સ્થળાંતર, હોર્ડિંગ / બેનરો ઉતારવા, આશ્રયસ્થાનો અને સ્કૂલો ખાતે સ્થળાંતરિત કરાયેલો નાગરિકો માટે મધ્યાહન ભોજન કિચન અને સેવાકીય સંસ્થાઓ મારફત ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, સ્વાસ્થ્ય ચકાસણીની વ્યવસ્થા, બાંધકામ સાઈટો બંધ કરાવી શ્રમિકોનું સ્થળાંતર કરાવવું, ધરાશાયી થયેલ વૃક્ષોનું ટ્રીમીંગ કરી વૃક્ષ હટાવવું, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા સતત લોકોને એનાઉન્સમેન્ટ કરી જાણકારી આપવી વિગેરે કામગીરી કરવામાં આવી હતી.

        સાવચેતીના પગલાંરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૧૬મી જુનના રોજ સાંજ સુધીમાં વિવિધ વિસ્તારમાંથી કુલ ૨૨૨૯ અસરગ્રસ્તોનું મહાનગરપાલિકાની સિટી બસ મારફત નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવેલ છે તેમજ આ લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

        એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા હાલ ૮૪૪૧ બોર્ડ / બેનરો ઉતારી લેવામાં આવ્યા છે અને ૨૯૯ જેટલા હોર્ડિંગ જે-તે એજન્સી મારફત ઉતરાવી લેવામાં આવ્યા છે.

        ગાર્ડન શાખા દ્વારા ભયગ્રસ્ત કુલ ૪૬૯ વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે તેમજ ભારે પવનને કારણે ૧૨૮ વૃક્ષો ધરાશાયી થયા હતા રસ્તા પરથી તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.  

Related posts

Leave a Comment