ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભીડીયા ખાતે મહિલા સુરક્ષા અંગે જાગૃતિ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા મહિલા લક્ષી કાયદાઓ યોજનાઓ તથા મહિલા સુરક્ષા અંગે જાગૃતિ શિબિરનું આયોજન પેસેન્ટર શાળામાં ભીડીયા ખાતે કરવામાં આવ્યુ હતું.

જેમા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ કાયદા સંબંધે તેમજ જો કોઇ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓનીમાહિતી ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW કોર્ડીનેટર આંનંદ ભાઇ પરમાર દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી તેમજ તાલુકા કાનૂની સેવા સમિતી મુકેશભાઇ વાળા દ્વારા કોર્ટ તેમજ ફ્રી એડવોકેટ અને તેની પ્રક્રિયા માહિતી આપી હતી અને Dhew જેન્ડર સ્પેસિયાલિસ્ટ કરગઠિયા રસીલાબેન અને પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર કાઉન્સિલર કૈલાસબેન પરમાર, ૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઇન કાઉન્સિલર સંતોકબેન માવદિયા વગેરે પ્રકલ્પોનાં કર્મચારીઓ દ્રારા જાતીય સતામણીનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડીતાને કેવી રીતે મદદરૂપ થાય છે અને તદુપરાંત ગૂડ ટચ બેડ ટચ તેમજ હાઈજીન વિશે માહિતી આપી સેનેટરી પેડ સાથેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં she ટીમ ઇન્ચાર્જ પી.એસ.આઈ. રીના સૂવા, ચંદ્રિકાબેન સિકોતરિયા, શિક્ષક પરમાર, અનીતાબેન બારડ, રંજનબેન, હિનાબેન બાબરીયા, રસ્મિતાબેન જાદવ, તેમજ વિદ્યાર્થીનિઓ સહિતના હાજર રહ્યા હતા.

 

Related posts

Leave a Comment