જામનગર મહાનગરપાલીકા ઝોનકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર

    ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગતનાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત અને મહાનગરપાલીકા જામનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી જામનગર શહેર દ્વારા સંચાલીત જામનગર મહાનગરપાલીકા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન ગત તા.૨૩/૧૨/૨૦૨૩ના રોજ જામનગરનાં અજીતસિંહજી પેવીલીયન (ક્રીકેટ બંગલો), સ્વીમિંગ પૂલ હોલ ખાતે કરવામાં આવેલ હતું.

આ સ્પર્ધામાં જામનગર મહાનગરપાલીકાના કુલ ૪ ઝોનમાંથી ૨૪ ઝોન કક્ષા વિજેતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર વિજેતા ભાઈઓમાં કાશોદરીયા શુભદ્ર અને બહેનોમાં તેજલ વડનગરા તેમજ દ્વિતિય ક્રમે વિજેતા ખેલાડી ભાઇઓમાં ચાંદ્રા હિંમતભાઈ અને બહેનોમાં ભાવનાબેન મોલીયા અને તૃતીય ક્રમે વિજેતા ખેલાડી ભાઇઓમાં નીરજ પોરયા અને બહેનોમાં રોશની ઠાકુર વિજેતા થયેલ છે, જે વિજેતા ખેલાડીઓ આગામી તા.૩૦/૧૨/૨૦૨૩ નાં રોજ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ઉલ્લેખનિય છે કે સરકાર દ્વારા પ્રથમ ક્રમે વિજેતા ખેલાડીઓને ૨૧૦૦૦/- દ્વિતીય ક્રમે ૧૫૦૦૦/- અને તૃતીય ક્રમે વિજેતા ખેલાડીને ૧૧૦૦૦/- નિયત કરેલ ઈનામની રકમ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી જામનગરની યાદીમાં જણાવાયુ છે.

 

 

 

Related posts

Leave a Comment