હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના અરીખાણા પ્રાથમિક શાળા, ખેંગારપર પ્રાથમિક શાળા, ટેભડા વાડી શાળા-૧, મોડપર વાડી શાળા-૧, ખાયડી વાડી શાળા, બબરઝર વાડી શાળા-૨, વિરેશ્વર વાડી શાળા, ગોવાણા વાડી શાળા-૧, ટેભડા વાડી શાળા-૨, નવાણીયા વાડી શાળા, સણોસરા વાડી શાળા-૧, ચારણતુંગી વાડી શાળા તથા ગોવાણા વાડી શાળા ગામોની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની જગ્યાઓ ભરવાની છે.જેમાં, ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા.૦૫ જાન્યુઆરી સુધીમાં તેમનું નિયત નમૂના સાથેનું અરજી પત્રક લાલપુર મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ મેળવી જમા કરવાનું રહેશે.આ પૂર્વે, જેમણે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક તરીકે ફરજ બજાવી હોય તેમને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
અરજદારોએ અરજી પત્રક ભરીને મામલતદાર કચેરી લાલપુર ખાતે આગામી તા. ૦૫ જાન્યુઆરી સુધીમાં કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ જમા કરાવવાનું રહેશે.તેમ મામલતદાર લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
