પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બીયારણ, ખાતર લેવા મદદરૂપ થાય છે : ચીમનભાઈ ચાવડા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

      ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમો થકી યોજનાકિય લાભો છેવાડા લોકોને મળી રહ્યા છે. જેમા તાલાલા તાલુકાના હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ચીમનભાઈ ચાવડાએ પોતાના પ્રતિભાવ વર્ણવ્યા હતા.

ચીમનભાઈએ ગ્રામજનો સમક્ષ પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે, હું હિરણવેલ ગામનો એક સામાન્ય નાગરિક છું સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મને વર્ષ દરમિયાન છ હજાર રૂપિયા મળે છે. તેમાંથી આ રકમ અમારા જેવા અનેક નાના ખેડુતોને બીયારણ, ખાતર અને પશુપાલન સહિતના ખર્ચા માટે ખૂબજ ઉપયોગી થાય છે. વધુમાં તેમણે પીએમ કિસાન યોજનાથી લાભ થતા રાજીપો વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Related posts

Leave a Comment