હિન્દ ન્યુઝ, મહિસાગર
સંતરામપુર સીવીલ કોર્ટ ખાતે જીલ્લા ના જજ એચ.એ. દવે ને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન ને સુચનાઓ હેઠળ નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલત માં સંતરામપુર મધ્ય ગુજરાત વીજ કંપની, બેંક ઓફ બરોડા, એસબીઆઇ, યુનિયન બેંક વિગેરે એ ભાગ લીધેલ હતો. આ લોકઅદાલત ને સફળ બનાવવા માટે સંતરામપુર ના પ્રિન્સીપાલ સિનીયર સિવિલ જજ એ.એસ.દેસાઈ અને એડી. સીનીયર સિવિલ જજ ટી.એચ પંજાબી ના માર્ગદર્શન હેઠળ વકીલ મિત્રો ને સ્ટાફે સરાહનીય કામગીરી કરી હતી.
રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર
