બાળ કલ્યાણ માટેની ભારતીય પરિષદ દ્વારા “રાષ્ટ્રીય બહાદૂરી એવોર્ડ’’ માટે અરજીઓ મંગાવાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

બાળ કલ્યાણ માટેની ભારતીય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ બાળકોને તેમની અસામાન્ય બહાદૂરી માટે રાષ્ટ્રીય બહાદૂરી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ આ પરિષદ દ્વારા છેલ્લાં ૬૫ વર્ષથી આપવામાં આવે છે. આ માટે પરિષદને વિવિધ સ્ત્રોતો દ્વારા આ માટેના નામાંકન મળે છે. છતાં, અસંખ્ય એવાં નામાંકનો રહી જાય છે જે ખરેખર લાયક હોય છે. આથી, આવાં બાળકોના નામાંકન પણ આ પરિષદ સામે આવે તે જરૂરી છે. આથી, પરિષદ દ્વારા વર્ષઃ ૨૦૨૨ માટેની અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. આ માટેની વિગતો વેબસાઇટઃ www.iccw.co.in પર પણ ઉપલબ્ધ છે. આ માટે બાળકે જિંદગી સામે જોખમ હોય કે મોટી ઇજા થાય તેમ હોય તેમાં બચાવ કામગીરી કરી હોય કે સમાજ સામેની ગુન્હાહિત કામગીરી સુપેરે કરી હોય તેને આ માટેની પ્રાથમિકતા આપવામાં આવે છે. આ માટેની અરજીઓ આ પરિષદને તા.૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૨ પહેલાં મળી જાય તે રીતે અરજી કરવાની રહેશે. જે તે ઘટના વખતે બાળક ૬ થી ૧૮ વર્ષની વયજૂથમાં હોય ત્યારે કરેલું હોવું જરૂરી છે. જો તેમ છે તો તેમનું પ્રમાણપત્ર અને રોકડ રકમથી સન્માન કરવામાં આવશે. પરિષદનો હેતુ આવાંળકની બહાદૂરીને સન્માનિત કરવાનો અને તેમાંથી અન્ય બાળકો પ્રેરણાં લે તે છે. આ માટેની અરજી બાળક જે શાળામાં અભ્યાસ કરે છે તેના આચાર્ય, જિલ્લા પંચાયતના વડા, બાળ કલ્યાણની રાજ્ય પરિષદના પ્રમુખ કે જનરલ સેક્રેટરી, કલેક્ટર કે તેમની સમકક્ષના અધિકારી, જિલ્લાના પોલીસ વડા કે તેમની સમકક્ષ હોદ્દો ધરાવતાં પોલીસ અધિકારી. ઉપરોક્ત જણાવેલમાંથી કોઇપણ બે વ્યક્તિની ભલામણ હશે તેને ધ્યાનમાં લેવામાં આવશે તેમ બાળ કલ્યાણની ભારતીય પરિષદની યાદીમાં જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment