રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ નાં રોજ ભાવનગર શહેરમાં અષાઢીબીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની પરંપરાગત ૩૭ મી રથયાત્રા યોજાનાર છે. જે ભારત દેશની ત્રીજા ક્રમની તેમજ ગુજરાત રાજયની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા છે.

પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિને અનુલક્ષીને ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા ASP/DySP–૧૫, PI–૪૦, PSI–૧૩૧, પોલીસ-૧૫૯૭ (૩૩૬ મહીલા સહિત ), SRP-૫ કંપની, BSF-૧ કંપની, હોમગાર્ડ-૧૫૪૨ (૫૦ મહીલાસહિત), વિડીયોગ્રાફર–૩૫, ડ્રોન–૪, નેત્ર કેમેરા–૭૬, ખાનગી કેમેરા–૯૨, ધાબા પોઇન્ટ–૫૯, વોચ ટાવર–૧૨, કોમ્યુ. પોઇન્ટ–૧૦૮, ગ્રુપ+ગામા મોબાઇલ- ૧૧+૨૭ = ૩૮, મસ્જીદ પોઇન્ટ–૨૭, બેરીકેટ–૪૧, ચેકપોસ્ટ–૪, ઘોડેશ્વાર–૩૪, કયુ.આર.ટી. ટીમ– પ, ફુટ પેટ્રોલીંગ–૪,એસ.ડી.એમ.–૧, એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ–૧૨, મેડિકલ ટીમ-૬, ફાયર ફાયટર-૪ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે.

ઉપરાંત રથયાત્રા અંતર્ગત કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા વિવિધ પ્રકારનાંઅટકાયતી પગલા ૧૮૮૭, તડીપાર કેસ-૯, પાસા કેસ-૮, હથિયાર કેસો– ૬ ઉપરાંત નાસતા ફરતા આરોપી ધરપકડ – ૬ જેટલી કરવામાં આવેલ છે. ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ધાર્મિક અને કોમી સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવા હેતુથી આયોજક સમિતિ સાથે-૧૧, શાંતિ સમિતિ બેઠક-૨૧, મહોલ્લા સમિતિ મિટીંગ-૨૫ મળી કુલ-૫૭ જેટલી બેઠકો પણ યોજવામાં આવી છે.
રથયાત્રામાં રથયાત્રા સમિતિનાં ૨૦૦ જયારે પોલીસ મિત્રો-સ્વયંસેવકો ૩૦૦ મળી આશરે ૫૦૦ જેટલી સંખ્યામાં સેવા આપનાર છે. ઉપરાંત રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા સોશ્યલ મીડિયા ઉપર ખાસ નજર રાખવામાં આવી રહેલ છે અને લોકોને સોશ્યલ મીડિયામાં કોઇ અફવા ન ફેલાવે તે બાબતે જાગૃતિ દાખવવાં અને જો કોઇ આવી બાબત ધ્યાને આવે તો તૂર્ત જ સ્થાનિક પોલીસને વાકેફ કરવાં પોલીસતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment