કાલાવડ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે બાઇક રેલી યોજાય 

હિન્દ ન્યુઝ, કાલાવડ

   આજામનગર જિલ્લાના કાલાવડ ખાતે આજરોજ કાલાવડ કોંગ્રેસ દ્વારા મોંઘવારી તેમજ ડિજિટલ જમીન માપણી મુદ્દે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સાંજે ૦૪:૦૦ વાગ્યાના સુમારે કાલાવડ વિધાનસભા- ૭૬ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયાનાં કાર્યાલય થી શરુ થઈ, કાલાવડ સરદાર ચોક, આંબેડકર ચોક, બાપા સીતારામ મઢુલી થી સણોસરા, નવાગામ સુધી પહોંચી હતી.

આ બાઇક રેલીમાં જામનગર જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા, જામનગર જિલ્લા પૂર્વ પ્રમુખ જે.ટી.પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી નજમાબેન જુણેજા, તાલુકા પ્રમુખ દિપકભાઈ વસોયા, કાલાવડ શહેર પ્રમુખ સંજયસિંહ જાડેજા, તાલુકા ઉપપ્રમુખ દેવદાનભાઈ જારીયા, તાલુકા મહિલા પ્રમુખ રમાબેન દેંગડા, તાલુકા યુવા પ્રમુખ ઋષિરાજ સોંઢા, કોંગ્રેસ કાર્યકર હનીફભાઈ ગાઢા, જિલ્લા વિરોધ પક્ષના નેતા જે.પી.મારવિયા તેમજ મોટી સંખ્યામાં કાલાવડ તાલુકા અને શહેર ના કોંગ્રેસ કાર્યકરો અંદાજે ૨૫૦ થી વધુ બાઈક સાથે આ રેલીમાં જોડાયા હતા અને ભાજપ સરકાર દ્વારા મોંઘવારી પર નિયંત્રણ લાવવા અને ડિજિટલ જમીન માપણી દ્વારા ખેડૂતોને બહુ મોટું નુકસાન થવા પામશે એવું જણાવવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment