હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાનાં ધો-૧૦ પાસ બેરોજગાર યુવાનોને અર્થે પશુપાલનની કૃત્રિમ બીજદાન વગેરે જેવી પ્રાથમિક કામગીરી માટે ભાવનગર જિલ્લાનાં નિયત કરેલ ૧૫ ગામોમાં મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવાની છે. રસ ધરાવતાં ઉમેદવારોએ તા.૨૫/૦૬/૨૦૨૨ સુધીમાં તેમનાં તાલુકાનાં પશુદવાખાનાં ખાતે લેખિત અરજી કરવાની રહેશે. આ કેન્દ્રો સ્વરોજગારી હેઠળ ખોલવાનાં હોય તે માટે કોઇ પગાર મળવાપાત્ર નથી તેમજ ગામોની યાદી જોવાં માટે તાલુકાનાં પશુદવાખાનાનો સંપર્ક કરવાં નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે
બ્યુરો ચીફ (ભાવનગર): હકીમ ઝવેરી