હિન્દ ન્યુઝ, જામનગર
મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યમા તારીખ ૦૬-૦૨-૨૦૨૫ ના બપોર બાદ અને તારીખ ૦૭-૦૨-૨૦૨૫ના બપોરે ૦૨.૦૦ વાગ્યા સુધી પક્ષી ગણતરીનુ આયોજન કરેલ હોવાથી ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાતે આવનાર પર્યટકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય તા.૬ ફેબ્રુઆરીના રોજ બપોર બાદ અને તા.૭ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨ વાગ્યા સુધી બંધ રહેશે. તેમ નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.