હિન્દ ન્યુઝ, સુરત
ભારત સરકારના દ્વારા પીએમ કિસાન યોજનામાં પાત્રતા ધરાવતા ખેડુતો માટે સેલ્ફ રજિસ્ટ્રેશનની અરજી કરવા માટે તા.૦૧/૦૧/૨૦૨૫થી અમલમાં ફાર્મર આઇડી અનિવાર્ય કરવામાં આવનાર છે. પીએમ, કિસાન યોજનામાં નવા અરજદારો માટે પહેલેથી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. સેલ્ફ રજિસ્ટ્રેશન કરતી વખતે એપ્લિકેશન ફોર્મમાં ફાર્મર આઇડીની વિગતો આપવી આવશ્યક છે. રાજ્યના તમામ પાત્ર ખેડુતોએ યોજનાના આગામી ૧૯મા હપ્તાનો લાભ મેળવવા માટે તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવી અને નવા અરજદારો માટે PM-KISAN પોર્ટલ પર અરજી કરતા પહેલાં ફાર્મર આઇડી મેળવવી જરૂરી છે જેથી સુરત જિલ્લાના તમામ ખેડુતોએ નોંધણી કરવાનો સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો છે.