જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ બેટરી ટેસ્ટમાં પસંદગી

હિન્દ ન્યુઝ, કાલાવડ

    આઝાદી કા અમૃત મહોત્સવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત ભાવનગર મુકામે યોજાયેલ, ૧૧ માં ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટમાં ૧૧ વર્ષથી નીચેની વયજૂથ એથ્લેટિક્સ સ્પર્ધામાં, શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સોલંકી રીંકલ અરવિંદભાઈ તથા ભુરીયા પ્રકાશ જાલમસીંઘે જિલ્લાની સ્પોર્ટ્સ સ્કૂલમાં ઉચ્ચા રેન્ક સાથે ખેલાડી તરીકે પસંદગી મેળવીને શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળા, ગામ તથા જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ તકે શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઇ હંસરાજભાઇ પુંભડિયા તથા કાલાવડ તાલુકાના ખેલ મહાકુંભ રમત કન્વીનર રમેશભાઈ મોહનભાઇ દોંગા તથા તેમના પરિવારનું માર્ગદર્શન સાંપડેલ.

    આ અગાઉ ભુરીયા પ્રકાશ જાલમસીંઘે જિલ્લા કક્ષાએ યોજાયેલ ૧૧ માં ખેલ મહાકુંભ ૫૦ મીટર દોડ ઈવેન્ટમાં પ્રથમ તથા સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ઈવેન્ટમાં તૃતીય સ્થાન મેળવીને જામનગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે. પ્રભુજી પીપળીયા ગામના સરપંચ શ્રીમતી કાસ્મીરાબા આભિજીતસિંહ જાડેજા, ઉપસરપંચ શ્રીમતી અંજનાબેન રોહિતભાઈ અમીપરા, એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રીમતી દયાબેન લાખાભાઇ મુંધવા, ઉપાધ્યક્ષ મનોજભાઇ સોમાભાઇ વાઘેલા, શિક્ષણવિદ નિર્મળસિંહ આર. જાડેજા તથા એસ.એમ.સી. અને પંચાયતના સભ્યો દ્વારા અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કરેલ.

Related posts

Leave a Comment