વરસાદી ઝાપટા વચ્ચે વીજળી પડતાં હારિજ ની એક મહિલા નું થયું મોત

હિન્દ ન્યુઝ, રાધનપુર

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત ના વલસાડ નવસારી થી દમણ વરસાદ ની શક્યતાઓ છે, આ ઉપરાંત સૌરાષ્ટ્ર માં અમરેલી ગીર સોમનાથ જિલ્લા ના કેટલાક ભાગો માં વરસાદ વરસી સકે છે, દક્ષિણ ગુજરાત થી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જઈ સકે છે. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પડ્યો છે,ઉતર ગુજરાત ના કેટલાક ભાગો મા વરસાદી માહોલ છવાયો છે. ગઈ કાલે હારિજ તાલુકા ના રોડા ગામ માં વરસાદી ઝાપટાં વચ્ચે વીજળી પડતાં એક મહિલા નું કરુણ મોત નિપજ્યું હતું, જે ઘટના સમગ્ર ઘટના સામે આવી છે. ઉતર ગુજરાત માં મંગળવારે દીવસ ભર કાળઝાળ ગરમી અને બપોર બાદ અચાનક વાતાવરણ મા પલટો આવતા પાટણ જિલ્લા માં રાધનપુર, વારાહી માં ૨૬ કિલોમીટર ની ઝડપે ફુંકાયેલા પવન વચ્ચે ઘરો માં પતરા ઉડવાની સાથે હળવો ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારે હારિજ ના રોડા ગામે ખેતર માં રહેતા વરસુમજી ગણેશજી ના ધર્મ પત્ની રીમુબેન ઠાકોર સાંજના સુમારે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડતાં મોત થયું હતું મહિલા ના મોતને કારણે સમગ્ર પરિવાર મા શોક નો માહોલ છવાયો છે

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment