કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગે રાજકોટ રાજપથ લી.નાં બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને ફાયર શાખા દ્વારા તાલીમ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

   રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી પરિવહન સેવાનું સંચાલન અને નિયંત્રણ રાજકોટ મહાનગરપાલિકાની સંપૂર્ણ હસ્તાંતરીત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવે છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં પરિવહન સેવાનાં કુલ – ૯૦ RMTSરૂટ + ૧- AIMS રૂટ + ૧- BRTSરૂટ મારફત શહેરીજનોને બસ સેવા પુરી પાડવામાં આવે છે.

રાજકોટ રાજપથ લી. દ્વારા શહેરનાં અમૂલ સર્કલ ૮૦ ફૂટ રોડ પર ઈલેક્ટ્રીક બસ ડેપોનું નિર્માણ કરવામાં આવેલ છે. પરિવહન સેવામાં રોકાયેલા તમામ સુપરવાઈઝરી સ્ટાફ, કર્મચારી, બસ ડ્રાઈવર તથા બસ કંડકટરને આગ- કુદરતી આપતી સમયે બચાવ-રાહત કામગીરી અંગેની તાલીમ આપવા માટે  તા. ૦૫/૧૧/૨૦૨૨ શનિવારનાં રોજ “આજી ઈલેક્ટ્રીક બસ ડેપો” ખાતે ફાયર તાલીમ વર્કશોપ કમ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ. આ તાલીમ શિબિરમાં પરિવહન સેવાની કામગીરીમાં રોકાયેલ ૧૫૦ થી વધુ સ્ટાફને નીચેના મુદાઓ અંગે સવિસ્તૃત તાલીમ આપવામાં આવેલ.

  • આકસ્માતના સંજોગોમાંમાં લેવાના થતા પગલા.
  • આગ-આપતી સમયે લેવાના થતા પગલા.
  • સામાન્ય પરિવહનના સેવાના સમયે અકસ્માત આગજની નિવારણ અંગે તકેદારી ના ભાગરુપે ધ્યાનમાં રાખવાની થતી બાબતો.
  • જુદાજુદા પ્રકારના અગ્નિશમન ડીવાઈસોના ઉપયોગ અને સમજણ.
  • આપત્તીના સમયે શહેરના ફાયરબ્રિગેડ, આરોગ્ય વિગેરે સેવાઓ સાથે સંકલનની સમજ.
  • આપત્તીના સમયે ઘવાયેલા-ઈજા પામેલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અંગેનું નિર્દેશન.
  • બસ ડેપો પર ઉપલબ્ધ અગ્નિશમન ડીવાઈસીસ તથા ફાયર હાઈડ્રન્ટનો આપત્તીના સમયે અસરકારક ઉપયોગ.

આ તાલીમનું આયોજન રાજકોટ રાજપથ લી. ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર આશીષકુમાર, IASના અધ્યક્ષ સ્થાને, ઇ.ચા. જનરલ મેનેજર જયેશ કુકડીયા, ઇ.ચા. આસી. કમિશનર જસ્મીન રાઠોડ તથા ઇ.ચા. સિટી એન્જીનીયર કે. પી. ડેથરીયાના સુપરવિઝન હેઠળ રાખવામાં આવેલ.

ઉપરોકત વિગતે આજી ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે પરિવહન સેવાના સુપરવાઈઝરી સ્ટાફ, બસ ડેપો ખાતેના અધિકારી – કર્મચારીઓ, બસ ડ્રાઈવર તથા બસ કંડકટર મળીને અંદાજીત કુલ-૧૨૦થી વધુ કર્મચારીઓને આ તાલીમ આપવામાં આવેલ.

Related posts

Leave a Comment