શહેરની વિવિધ આઠ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

                      રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૧૧-૨૦૨૨ ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના  માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) નેત્રદીપ મેક્ષીવિઝન આઇ હોસ્પીટલ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૨) ખોડીયાર ચિલ્ડ્રન હોસ્પિટલ સંત કબીર રોડ (૩) શાંતિ હોસ્પિટલ સાધુ વાસવાણી રોડ (૪) ભંભાણી હોસ્પિટલ, જંકશન પ્લોટ (૫) કુંદન હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૬) મિરેકલ હોસ્પિટલ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ (૭) પંચનાથ હોસ્પિટલ, મોટી ટાંકી ચોક (૮) કડીવાર હોસ્પિટલ, જામનગર રોડ રાજકોટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.

                ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૮ (આઠ) હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર એ.કે.દવે, એફ.આઇ.લુવાની, આર.એ.જોબણ, વાય ડી જાની, આર.એ.વિગોરા, એચ. પી. ગઢવી, ઇન્ચાર્જ સ્ટેશન ઓફીસર આર.પી.જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ.

Related posts

Leave a Comment