ડભોઇ- દર્ભાવતિ નગરીની પરણિત મહિલાઓ દ્વારા શીતળા સાતમની પૂજા અર્ચના કરી ઉજવણી

હિન્દ ન્યુઝ, ડભોઇ

૧૪ ઓગસ્ટને શ્રાવણ સુદ સાતમને શનિવારે શીતળા સાતમ હોવાથી ડભોઇ-દર્ભાવતિ નગરીમાં પરણીત મહિલાઓ દ્વારા ડભોઇ ખાતે આવેલ રામેશ્વર તળાવના કિનારે આવેલ રામેશ્વર મંદિર, નિલકંઠેશ્વર મંદિર, આદિત્યનાથ મહાદેવ, નિલકંઠેશ્વર ફળિયામાં, તેમજ સોની ફળિયામાં આવેલ બોલતા મહાદેવના મંદિરે શીતળા સાતમની પૂજા અર્ચના કરવામાં આવી હતી.‌ મહિલાઓ શીતળા સાતમના દિવસે પોતાના નાના બાળકો લઇને માતાઓ શીતળામાના દર્શનાર્થે આવે છે.પરીણિત મહિલાઓ, આગલા દિવસે ખાદ્યખોરાક રાંધી સાતમના દિવસે એકટાણું કરે છે.કારણકે નાના બાળકોના સ્વાસ્થય સારુુંં રહે તે માટે પરિણીત મહિલાઓ દ્વારા શીતળામાંને શ્રીફળ, કુલેર, નેત્ર, ચુંદડી વગેરે ધરશે. શીતળામા આરોગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ સાથે સમગ્ર મંદીર શીતળામાંના જયઘોષથી ગુંજી ઉઠશે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. ધર્મપ્રેમી ભાવિકોને દર્શન તથા પુજન અર્ચનાનો લાભ લેવા આવતા હોય છે.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment