ગીર સોમનાથ જીલ્લા 90- સોમનાથ વિધાનસભા ની ચુટણીલક્ષી મિટીંગ યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ ખાતે સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની આગેવાનીમા સ્થાનિક સ્વરાજ ની ચુટણીને લઇ દાવેદાર ઉમેદવારોની મહત્વની મિટિંગ યોજાઈ હતી.

સ્થાનિક સ્વરાજ ની ચુંટણીના ભણકારા વાગી ચુકયા છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામા પણ ચુટણીનો રંગ જામ્યો છે. આજરોજ સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની અધ્યક્ષ સ્થાને વેરાવળ ખાતે 90 સોમનાથ મતવિસ્તાર મા આવતી નગરપાલીકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ના દાવેદારોની મહત્વની મિટિંગ યોજાઈ હતી. જેમા તાલાલા ના ધારાસભ્ય ભગાભાઇ બારડ સહીત જીલ્લાભરના કોંગ્રેસ ના આગેવાનો, પૂર્વ નગરસેવકો, પૂર્વ તાલુકા પંચાયત ના હોદેદારો સહીત બહોળી સંખ્યામા ભાઇઓ તથા બહેનો ટીકીટ વાન્છુકો ઉપસ્થિત રહ્યા હતા. જેમા વેરાવળમા સૌથી વધુ હિન્દુ સમાજની ખારવા સમાજની વસ્તી ધરાવતા અને ભાજપના નગરસેવક દેવેન્દ્ર મોતીવરસ ભાજપ સાથે છેડો ફાડી વિધિવત કોંગ્રેસ મા મિત્રમંડળ સાથે જોડાતા રાજકારણ ગરમાયુ છે.

વિમલભાઈ ચુડાસમા (ધારાસભ્ય, સોમનાથ) આજરોજ 90 સોમનાથ વિધાનસભાની ગ્રામ્ય અને શહેરની મહત્વની મિટિંગ મુખ્ય આગેવાનોની મિટીંગ યોજાઇ હતી. જેમા કોંગ્રેસ પક્ષ જેને પક્ષ ટીકીટ આપે તેને વિજય બનાવવાની સૌ કોઇએ ટેકો આપેલ હતો. આ તકે ભાજપના અંદરો અંદરના જૂથવાદ ને લીધે ભાજપના પૂર્વ નગરસેવક અને ખારવા સમાજના યુવા નેતા દેવેન્દ્ર મોતીવરસ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ મા જોડાતા રાજકારણ ગરમાયુ છે.

દેવેન્દ્ર મોતીવરસ ( કોંગ્રેસ મા જોડાનાર ) ભાજપ પક્ષ છોડી ભાજપમા જોડાતા દેવેન્દ્ર મોતીવરસ એ જણાવેલ કે ભાજપમા ભ્રષ્ટાચાર સહીત અનેક કારણો એવા છે કે જેનાથી લોકોના કામ થઇ શકતા ન હોવાથી વિધિવત રીતે ભાજપ ને અલવિદા કહી કોંગ્રેસ મા જોડાયા છે અને વેરાવળ મા સૌથી વધુ ખારવા સમાજની વસ્તી હોય અને તે પણ ભાજપ સાથે હોવા છતા બધાની હાલત ખૂબજ ખરાબ હોવાનુ જણાવેલ ત્યારે જોમ અને જુસ્સાથી કોંગ્રેસમાં જોડાયા હોવાનુ જણાવેલ.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment